તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય માટે વલખા:સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતકના પરિવારજનોનું પોલીસ કમિશનરને આવેદન, મોટા અધિકારીઓ પર કાર્યવાહી કરવા માંગ

સુરત4 મહિનો પહેલા
દોઢ વર્ષ પહેલા સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ફાઈલ તસવીર. - Divya Bhaskar
દોઢ વર્ષ પહેલા સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ફાઈલ તસવીર.
 • માનવ અધિકાર પંચના રિપોર્ટમાં મોટા અધિકારીઓ દોષિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખઃ મૃતક ગ્રીષ્માના પિતા

શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મોત થયા હતાં. આ કેસમાં પોલીસે આરોપી બિલ્ડર, પાલિકાના અધિકારી, ફાયરબ્રિગેડના અધિકારીઓ અને ક્લાસિસ સંચાલકોને ઝડપી લીધા હતાં. હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે 14 જેટલાની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે તેમાંથી પાલિકાના અને ફાયરબ્રિગેડના અધિકારીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. આજે મૃતકના પરિવારજનો દ્વારા પાંચમીવાર પોલીસ કમિશનરને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થતા મૃતકોના પરિવારવાજનોએ રડતી આંખે શ્રદ્ધાંજલી અર્પી

કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
24-મે-2019ના દિવસે તક્ષશિલા આર્કેડની આગમાં 22 છાત્રોનાં મોત અને 19ને ઇજા થઈ હતી. તક્ષશિલા આર્કેડની તપાસ દરમિયાન મળેલી મૌખિક, દસ્તાવેજી, સાંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તક્ષશિલા આર્કેડમાં સ્માર્ટ ડિઝાઈન સ્ટુડિયો ટ્યુશન ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર માલિકો, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ફાયર ઓફિસર, ગેરકાયદેસર વીજકનેક્શનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડીજીવીસીએલના નાયબ ઈજનેર, તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ કરેલા પ્લાન સ્થળ સ્થિતી સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેક્ટ ફી મંજૂર કરનાર તથા સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન ઈશ્યુ કરનાર પાલિકાના ઈજનેરો મળી કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈ.
મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈ.

નાના કર્મચારીઓને જ પકડવામાં આવ્યા, મોટા અધિકારીઓ પર કાર્યવાહી થઈ નથી
તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈએ જણાવ્યું હતું કે, તક્ષશિલા કાંડ બાદ અમે કમિશનર સાહેબને અનેક આવેદનપત્ર આપ્યા હતા. જેમાં નાના કર્મચારીઓને જ પકડવામાં આવ્યા છે. મોટા અધિકારીઓ પર કાર્યવાહી થઈ નથી. ગયા મહિને માનવ અધિકાર પંચનો પણ રિપોર્ટ આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર અને મોટા અધિકારીઓ દોષિત હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. જેને લઈ આજે કમિશનર સાહેબને મળ્યા છીએ.

ફાયર પ્રિવેન્શન એક્ટના નિયનોનું ઉલ્લંઘન, ઇમ્પેક્ટ ફીના નિયમોનું ઉલ્લંઘન
300 પેજના આવદેન પત્રમાં લખ્યું છે કે, DGVCL, શહેરી વિકાસના પ્રમુખ, ફાયર અને પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં ભરાયા નથી. ફાયર પ્રિવેન્શન એક્ટના નિયનોનું ઉલ્લંઘન, ઇમ્પેક્ટ ફીના નિયમોનું ઉલ્લંઘન બાબતે વારંવાર આવેદનપત્ર આપી રજુઆત કરતા આવ્યા છીએ પણ કોઈ પગલાં ભરાયા નથી. દિવાળી પહેલા પાલિકાના 3-4 અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પરવાનગી અપાઈ હતી. જેઓ સામે શુ કાર્યવાહી થઈ અને કેવી કાર્યવાહી કરાઈ એ બાબતે મળવા જવાના છીએ.

બિલ્ડર અને ક્લાસીસ સંચાલકો જેલમાં
સમગ્ર દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પાલિકાના અધિકારીઓને પણ ઝડપી લેવામાં આવ્યાં હતાં. જેમાં પાલિકાના અને ફાયરબ્રિગેડના અધિકારીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. જ્યારે ડીજીવીસીએલ અને બિલ્ડર તથા ક્લાસીસના સંચાલકો હજુ પણ જામીન માટે હાઈકોર્ટમાં લડી રહ્યાં છે. આ કેસમાં કુલ 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપી

 • ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી
 • હરસુલ વેકરિયા
 • દિનેશ વેકરિયા
 • જિગ્નેશ સવજી પાઘડાળ
 • સવજી પાઘડાળ
 • રવિન્દ્ર કહાર
 • પાલિકાના પી.ડી.મુન્શી
 • જયેશ સોલંકી
 • ડે.ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય
 • કિર્તી મોઢ
 • ડે. ઇજનેર વિનુ પરમાર
 • ડીજીવીસીએલના દિપક નાયક
 • પાલિકાના હિમાંશુ ગજ્જર
 • અતુલ ગોરસવાલા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો