હત્યાથી હડતાળ:સુરતની સુમુલ ડેરીમાં કામદારોની બબાલમાં એકની હત્યા, કર્મચારીઓની ન્યાયની માગ, પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો

સુરત21 દિવસ પહેલા
કર્મચારીઓએ કામ પર ન ચડતાં ડેરી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મગાયો હતો.
  • ટેન્કર ડ્રાઈવર વચ્ચેની બબાલમાં એકે બીજાને ચપ્પુ છાતીમાં મારતાં હત્યા થઈ હતી કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને મહિધરપુરા પોલીસે બંદોબસ્ત વધારી દીધો

સુરતની સુમુલ ડેરીમાં લડાઇમાં બે ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એકે બીજાની છાતીમાં ચપ્પુ મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે દોડતી થયેલી મહિધરપુરા પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે આજે સવારથી જ સાથી કર્મચારીઓ હડતાળ પટ ઉતરીને ન્યાય માટે અપીલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિધરપુરા પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાની નોબત આવી પડી હતી.

પોલીસ દ્વારા ડેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ડેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ડેરી કેમ્પસમાં હત્યા થયેલી
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલ સંતલાલ ગુપ્તા(ઉ.વ.30)ને શુક્રવારે સાંજે સુમુલ ડેરીમાં પાર્કિંગને લઇને રિવ નામના બીજાં ટેન્કરનાં ડ્રાઇવર રવિ રઘુવરન શુક્લા સાથે ઝગડો થયો હતો.ઝઘડા દરમ્યાન રવિએ ચપ્પુ વડે સુનિલ ઉપર હુમલો કરી દીધો હતો. પોતાની પાસે રહેલું ચપ્પુ રવિએ સુનિલની છાતીમાં ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઇ પડયો હતો. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી છુરાબાજીની ઘટનાથી ભારે ચકચાર જાગી હતી.

કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

હત્યાનો આરોપી ઝડપાયો
ઉતાવળે ઘાયલ ડ્રાઇવર સુનિલને કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મહીધરપુરા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ત્યાં દોડી ગઇ હતી અને હત્યાના આરોપી ડ્રાઇવર રવિ શુક્લાને ઉંચકી લાવી હતી. પરિવારે જણાવ્યું હતું કે, સુનિલની હત્યાને લઈ ડેરીના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે. ન્યાય મળે તે માટેની લડત ચલાવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કર્મચારીઓ અને મૃતકના પરિવાર દ્વારા ન્યાયની માગ કરાઈ છે.
કર્મચારીઓ અને મૃતકના પરિવાર દ્વારા ન્યાયની માગ કરાઈ છે.

હત્યાના ઘેરા પ્રત્યાઘાતો
અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યાને લઇને ડેરીમાં ભારે પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ડેરીના કેમ્પસમાં જ સામાન્ય પાર્કિંગના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચતાં અહીં ભારે અફરા તફરી જોવા મળી હતી. જે રીતે છુરાબાજી થઇ હતી તેને કારણે પણ અહીં કામ કરતાં કર્મચારીઓ પણ ગભરાઇ ગયા હતા. સુમુલ ડેરીમાં ડ્રાઇવર્સ દ્વારા હથિયાર રાખવાની વાતને લઇને પણ ભારે ચર્ચાઓ ઉઠી છે. આ ડ્રાઇવર્સે દૂધની ડિલીવરી કરવાની હોય છે ત્યારે ચપ્પુ લઇને ફરતાં આવા ડ્રાઇવર્સનું પોલીસ વેરિફિકેશન પણ કરાવવું જોઇએ તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે.