તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની ફાઈનલનુંં પરિણામ:20 દિવસમાં રોજ 8 કલાક વાંચન, 20 પેપર અને 15 મોક ટેસ્ટ આપી સુરતનો વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થતાં તેમાં સુરતના બે વિદ્યાર્થીઓ ગુજરાત ફર્સ્ટ અને એક વિદ્યાર્થીની રાજ્યમાં ચોથા ક્રમે આવી હતી. રેન્કર તમામ વિદ્યાર્થીઓએ પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરતાં ટોપ રેન્કર બન્યા હતાં. ટોપર આવવા માટે તેમણે કેવી રીતે કરી તૈયારી વાંચો દિવ્યભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ...

પ્રોપર પ્લાનિંગ કર્યુ એટલે રેન્કર બન્યો
હું કામરેજમાં રહું છું. મેં સિએની એક્ઝામ ક્લિયર કરી ત્યાર બાદ મારી પાસે સીએમએની પરીક્ષા માટે મારી પાસે 20 દિવસનો સમય હતો. તો મેં પ્રોપર પ્લાનિંગ કર્યુ અને રોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો. જે વિષયો મને અઘરા લાગતાં હતાં તે તમામ વિષયના ગત વર્ષના પેપર સોલ્વ કર્યા અને મેં મોક ટેસ્ટ આપી હતી. 20 દિવસમાં 20 પેપર સોલ્વ કર્યા અને 15 મોક ટેસ્ટ આપીને હું રેન્કર બની શક્યો છું.

સીનો અભ્યાસ કર્યો જેથી ફાયદો થયો
​​​​​​​મને પહેલા થોડો ડર લાગતો હતો પરિક્ષા આપવી કે નહીં પરંતુ ઓનલાઈન એક્ઝામ હોવાથી મેં પરીક્ષા માટે છેલ્લાં દિવસે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. પરીક્ષઆની તૈયારીમાં સૌથી વધારે મેં ગયા વર્ષના પેપર એનાલિસિસ કરીને તૈયારી કરી હતી. સાથે સાથે મોક ટેસ્ટ આપતો જતો હતો એટલા મને મારું વિઝન ક્લિયર દેખાતું થયું હતું. સીએ અને સીએમએનો કોર્સ 60 ટકા સરખો જ હોય છે એટલે મને ફાયદો થયો.

મોક ટેસ્ટના કારણે રીઝલ્ટ સારું આવ્યું
​​​​​​​મારી પાસે પણ સમય ઓછો હતો એટલે રોજનું 14 કલાક વાંચન કરતી હતી. જેના માટે મેં પ્રોપર સ્ટ્રેટેજી બનાવી હતી. જેમાં ક્યાં વિષયના ક્યાં ચેપ્ટર પર કેટલું ભારણ આપવું તે બાબત હતી. ત્યાર બાદ જેટલા વિષય હતાં તેના ગયા વર્ષના પેપર મેં સોલ્વ કર્યા હતાં. દરેક વિષયની 6-6 મોક ટેસ્ટ હતી તે પણ મેં આપી હતી જેના કારણે હું સારા માર્ક્સ લાવી શકી છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો