નવી સુવિધા:સુરત ST ડેપો દ્વારા દિવાળી પર એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન,50 લોકો બૂકીંગ કરાવે તો સોસાયટીએ બસ આવશે

સુરતએક મહિનો પહેલા
એસટી બસ દ્વારા મુસાફરોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • 210 બસનું બૂકીંગ,1100 જેટલી બસ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે

સુરત ST બસ ડેપો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉપરવતનમાં જતા કાંતો દિવાળી પછી યાત્રાએ જતા લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે સૂરત ST બસ ડેપો દ્વારા કુલ 1100 જેટલી એક્સટ્રા બસો દોડવામાં આવશે. અત્યારથીજ બસમાં યાત્રા કરવા માટે બૂકિંગ થઇ રહ્યું છે. 210 જેટલી બસોનું બૂકિંગ પણ થઇ ચૂક્યું છે.

50 લોકોનું બૂકીંગ થાય તો સોસાયટીએ બસ
દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ 1100 જેટલી બસોનુ આયોજન કરવામાં આવ્યું છે.આ વખતે ST બસ ડેપો આપના માધ્યમ થકી એટલે સુરતની કોઈ પણ સોસાયટીઓ માંથી 50 લોકો એક સાથે બુકિંગ કરાવે તો એમના સોસાયટી થી લઇ એમના ગામ સુધી અમે લોકો લઈને જઈશું.અને એનો શહેરી જનોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.

52 લાખની આવક
ST બસ ડેપોના એ યોજના હેઠળ 210 બસોનુ બૂકિંગ અત્યાર સુધીમાં થઇ ચૂક્યું છે. તથા બીજી 100 જેટલી બસો અમે એડવાન્સ બૂકિંગમાં મૂકી છે.એમાં પણ બુક થઇ ગયા છે.અને આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 312 જેટલી બસોનુ બુકિંગ થઇ ચૂક્યું છે.અને એમાં ST બસ ડેપોને કુલ 52 લાખરૂપિયાની આવક થઇ છે.