તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સુરતમાં યુનિવર્સિટીએ 12 ટકા ટ્યૂશન ફી ઘટાડવા કરેલા હુકમને કોલેજો ઘોળીને પી ગઈ, ABVP દ્વારા આંદોલન સાથે રજૂઆત કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એબીવીપી દ્વારા ફી ઘટાડાની માંગ કરવામાં આવી હતી. - Divya Bhaskar
એબીવીપી દ્વારા ફી ઘટાડાની માંગ કરવામાં આવી હતી.
  • યુનિવર્સિટી દ્વારા સત્તાવાર પરિપત્ર છતા ધારૂકા કોલેજે અમલ ન કરતાં દેખાવ

કોવિડ-19ની પરિસ્થિતિમાં કોલેજો બંધ રહી છે. વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ કથળી હોવાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોને 12 % ટ્યૂશન ફી માફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જોકે ધારુકા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો લાભ ન અપાતા એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેને યોગ્ય ગણવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ કોલેજ પર ધરણા કર્યા હતા.
વિદ્યાર્થીઓએ કોલેજ પર ધરણા કર્યા હતા.

વિદ્યાર્થીઓને રાહત આપવા માગ
ફી ઘટાડા મુદ્દે ઉચિત ન્યાય મળે એ હેતુથી વિધાર્થીઓના હીતને ધ્યાન માં રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માંગ ને અનુરૂપ આવેદન પત્ર પણ સોંપવા માં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ રજૂઆત કરી હતી. યુનિ. ના આદેશ મુજબ જ ફી લેવામાં આવે અને વિદ્યાર્થીઓ ને રાહત આપવામાં આવે તેવી માગ કરવામં આવી છે.

ફી ઘટાડાના પરિપત્ર બાદ પણ કોલેજ દ્વારા ફી ન ઘટાડાતા વિરોધ કરાયો હતો.
ફી ઘટાડાના પરિપત્ર બાદ પણ કોલેજ દ્વારા ફી ન ઘટાડાતા વિરોધ કરાયો હતો.

સત્તાવાર પરિપત્ર અગાઉ જાહેર થયેલો
યુનિ. એ ટ્યૂશન ફીમાં 12 %, અફિલિએશન ફીમાં 100% અને વિવિધ હેડમાં 50% થી ફીમાં 100% ફી માફ કરી હતી.આનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. છતાં આ ખાનગી કોલેજો એ ધ્યાન ન આપતા વિદ્યાર્થી પરિષદએ મેદાને આવી વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરી હતી. કોલેજ દ્વારા ફી માફીની વાતને યોગ્ય ગણવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો