ટ્રેનમાં ગાંજાની હેરફેર:ઓડિશાથી ટ્રેનમાં રૂ. 4 લાખનો 40 કિલો ગાંજો લાવતા શખસને સુરત SOGએ ઝડપ્યો, ચોખાના કટ્ટામાં નશાનો સામાન લવાતો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત શહેરમાં ગાંજાનો જથ્થો લાવતા શખસને સુરત એસઓજી ઝડપી પાડ્યો - Divya Bhaskar
સુરત શહેરમાં ગાંજાનો જથ્થો લાવતા શખસને સુરત એસઓજી ઝડપી પાડ્યો
  • ગાંજાને થોડી-થોડી માત્રામાં ચોખા ભરેલી ગુણમાં છૂપાવીને ટ્રેનમાં સુરતમાં લવાયો હતો
  • ઝડપાયેલો યુવક પાસેથી પોલીસે મોબાઈલ, આધાર કાર્ડ, રોકડ રૂપિયા જપ્ત કર્યા
  • ગાંજાનો જથ્થો છુટક વેપારીઓને વેચાણ કરવા માટે ડિસ્ટ્રિબ્યુટ કરવા લવાતો હતો

ઓડિશાથી ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈ આવેલા યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ બાતમીના આધારે ઝડપી પાડી 4.05 લાખનો ગાંજાનો 40 કિલો 530 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. “NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પોલીસના હાથે ઝડપાયેલો યુવક પાસેથી પોલીસે મોબાઈલ, આધાર કાર્ડ, રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. એટલું જ નહીં પણ ચોખા ભરેલી ગુણમાં ગાજા ની ફહેરાફેરી ની મોડ્સ ઓપરેન્ડી સામે આવતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે એસઓજી ત્રાટકી
PI આર.એસ.સુવેરા (એસ.ઓ.જી) એ જણાવ્યું હતું કે, ઓડિશાથી ચોખા ભરેલી ગુણની આડમાં ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી પોતાના ભાડાના મકાનમાં સંતાડી રખાયો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં પણ ગાંજાનો જથ્થો છુટક વેપારીઓને વેચાણ કરવા માટે ડિસ્ટ્રિબ્યુટ કરવાના ઇરાદે લવાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નવી સડક ગોલવાડ શેરી નવાપુરા મહિધરપુરાના ઘર નં.3/3833ના પહેલા માળે રેડ કરી તોફાન સુદર્શન શાહુ (ઉ.વ.35)ને ઝડપી પાડી હતો. તેના ઘરમાંથી 40 કિલો 530 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત 4.05,300 હોવાનું બહાર આવ્યું છે.

આરોપી ગાંજાને ચોખાના કટ્ટામાં થોડાં-થોડાં પ્રમાણમાં સંતાડીને લાવતો હતો
આરોપી ગાંજાને ચોખાના કટ્ટામાં થોડાં-થોડાં પ્રમાણમાં સંતાડીને લાવતો હતો

સુરતમાં આસાનીથી ગાંજો ઘૂસાડી શકાય તેવો આરોપીનો એકરાર
વધુમાં જણાવ્યું હતું કે, ગાંજા વેચાણના રોકડા રૂપિયા 14 હજાર, મોબાઈલ ફોન આધાર કાર્ડની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, ડ્રાઈવિંગ લાયસન્સ, રેલ્વે ટિકિટ, અલગ અલગ બેંકોના ATM કાર્ડ, ટોરેન્ટ પાવરનું અસલ લાઈટ બિલ મળી 4,23,310 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીએ જણાવ્યુ હતું કે, સુરતમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘૂસાડી શકાય તેમ ન હોવાથી ઓડિશાથી ગાંજાના જથ્થાને નાની-નાની માત્રામાં ચોખા ભરેલી ગુણમાં છુપાવી ચોરી છુપીથી ટ્રેન મારફતે સુરતમાં ઘૂસાડવામાં આવ્યો હતો.

સુરતમાં ગાંજાનો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ
વધુમાં જણાવ્યું હતું કે, ગાંજાનુ વેચાણ કરતા વ્યક્તિઓને ડિસ્ટ્રિબ્યુટ કરવાના ફિરાકમાં હતો અને પકડાઈ ગયો હતો. ડ્રગ્સ માફિયાઓના ઓડિશાથી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘૂસાડવાના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...