માસૂમની પીડા:સુરતમાં રસ્તા પર રહેતા પરિવારનું સાડીના ઘોડિયામાં સૂતેલું દોઢ મહિનાનું બાળક ગુપ્તાંગ સુધી દાઝ્યું, માતા-પિતાને રડવાનો અવાજ પણ ન સંભળાયો

સુરત23 દિવસ પહેલા
બાળક દાઝ્યા અંગે પરિવારને સવારે જાણ થતાં હોસ્પિટલ લઈ ગયા હતાં.(તસવીરો વિચલીત કરી શકે છે.)
  • ઉડતું રોકેટ બાળકના ઘોડિયામાં પડ્યા બાદ દાઝી ગયાની આશંકા વ્યક્ત કરાઈ

દિવાળીના તહેવારને લઈને ફટાકડા બેફામ પણ રાત્રિના સમયે ફૂટી રહ્યાં છે. ત્યારે ફૂટતા ફટાકડાથી દાઝવાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે ઘોડિયું બનાવીને રાત્રિના સમયે બાળકને પોઢાડ્યું હતું. જો કે, ઘોડિયામાં સૂતેલું દોઢ મહિનાનું બાળક રહસ્યમય રીતે પરિવારને દાઝી ગયેલી હાલતમાં મળ્યું હતું. બાળકના દાઝવા પાછળ ફટાકડાને જવાબદાર માનવામાં આવે છે. બાળક દાઝ્યા બાદ રડ્યું પણ હશે જો કે, શહેરમાં ફૂટતાં ધડાધડ મોટા અવાજના ફટાકડા વચ્ચે માસૂમનું રૂદન પણ માતા પિતાને ન સંભળાયું હોવાથી સવાર સુધી બાળક રડી રડીને સૂઈ ગયાં બાદ પરિવારને જાણ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફટાકડા કોઈના માટે જાનહાનિ ન સર્જે તે રીતે ફોડવાની સાવધાની વર્તવાની તકેદારી રાખવી જોઈએ.

સવારના સમયે માતા પિતા બાળકને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયાં હતાં.
સવારના સમયે માતા પિતા બાળકને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયાં હતાં.

સવારે દાઝ્યા અંગે ખબર પડી
બાળકના પિતાએ દિનેશભાઇએ એ જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી તો જાગતા હતા. ત્યારબાદ સુઈ ગયા ને સવારે બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ જોયું તો કિશન જાંઘ અને થાપા તથા ગુપ્તાંગ નજીક ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક એને લઈ સિવિલ આવ્યા હતા. સાયકલ પર ભંગાર વિણવાનું કામ કરીએ છીએ. એક મોટી દીકરી 3 વર્ષની છે. રાત્રિના ભોજન બાદ આખું પરિવાર કિશનને સાડીની જોળી(ઘોડિયા)માં નાખી સૂઈ ગયો હતો.

પિતાએ તેમની સાથે કોઈ આ પ્રકારે હેરાન કરવા કૃત્ય કર્યાની આશંકા વ્યક્ત કરી હતી.
પિતાએ તેમની સાથે કોઈ આ પ્રકારે હેરાન કરવા કૃત્ય કર્યાની આશંકા વ્યક્ત કરી હતી.

ફટાકડાથી દાઝ્યાની આશંકા
ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ કોઈની બદમાશી નહિં પણ કોઈ ઉડતા ફટાકડાથી બાળક દાઝયું હોય એમ લાગે છે. રોકેટ જેવા ઉડતા ફટાકડા સુતેલા બાળકની જોળીમાં પડ્યો હોય અને બાળક દાઝયું હોય હાલ એમ લાગે છે. જોકે બાળકની તબિયત સાધારણ છે. પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે, મારા દુષ્મનોએ બાળક સાથે દુશ્મની કાઢી એ વાત માનવા જેવી નથી લાગતી. જોકે આ પોલીસ તપાસનો વિષય છે.

બાળક થાપાના ભાગ સહિત કમરના અને ગુપ્તાંગના ભાગે દાઝી ગયું(તસવીરો વિચલીત કરી શકે છે.)
બાળક થાપાના ભાગ સહિત કમરના અને ગુપ્તાંગના ભાગે દાઝી ગયું(તસવીરો વિચલીત કરી શકે છે.)

ફટાકડા ફોડતી વખતે સાવધાની જરૂરી
આ તમામ માટે જાગૃત બનવા જેવો કિસ્સો છે. આપણે ફટાકડા ફોડીએ છીએ એ બીજાને નુકશાન તો નથી પહોંચાડતા એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી છે. આવા કિસ્સાઓમાં બાળક આખું પણ સળગી શકે છે. જોકે આ કિસ્સામાં બાળકની ઉંમર જોઈ ગંભીર કિસ્સો જ કહી શકાય છે.

હોસ્પિટલમાં હાલ બાળકની તબિયત સામાન્ય છે
પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે, મારા દુષ્મનોએ બાળક સાથે દુશ્મની કાઢી છે. જોકે, ડોક્ટરોએ કહ્યું હતું કે, ઉડતા ફટાકડાથી બાળક દાઝયું હોય એમ લાગે છે.

ફટકડા ફોડવામાં બેદરકારીનો ભોગ માસૂમ વ્ય્કિત જ બને છે
આપણે ફટાકડા ફોડીએ છીએ એ બીજાને નુકશાન તો નથી પહોંચાડતા એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી છે. આવા કિસ્સાઓમાં ગંભીર નુકસાન પણ થઈ શકે છે.