સુરત:ખાડી પૂરના અસરગ્રસ્તોનો તાત્કાલિક સર્વે કરીને કેશ ડોલ આપવાની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાડી પૂરના અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે હેતુથી ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ખાડી પૂરના અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે હેતુથી ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  • ખાડીઓ પરના દબાણ તાત્કાલિક તોડી પાડવા માટે રજૂઆત કરાઈ

શહેરમાં ભારે વરસાદના પગલે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની તમામ ખાડીઓ ઓવર ફ્લો થયા બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરની સ્થિત સર્જાતા લોકોને પાણીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સાથે લાખો કરોડો રૂપિયાનું નુકસાન સર્જાયું હતું. જેથી શિવશક્તિ-ભીમશક્તિ માયનોરીટી ફાઉન્ડેશન દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે સર્વે કરી કેશ ડોલનું વિતરણ કરીને લોકોની નુકસાન થયેલી ઘરવખરી તાત્કાલિક આપવાની માંગ કરવામાં આવી છે.

આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
સુરજ સોનવણેએ જણાવ્યું હતું કે, સર્વે કરીને કેશ ડોલ આપો. 17મીએ રજૂઆત કરી હતી. અમારી વિનંતી પર ધ્યાન અપાયુ નથી. દબાણો દૂર થયા નથી. બીજી સપ્ટેમ્બર સુધીમાં આ દબાણો દૂર નહીં થાય તો અમે રસ્તા પર ઉતરીને દબાણો દૂર કરીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે.

અન્ય સમાચારો પણ છે...