તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:શીતળા સાતમની પૂજા કરી મહિલાઓએ શીતળાના રોગની જેમ કોરોનામાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી

સુરતએક મહિનો પહેલા
મહિલાઓએ ચહેરા પર માસ્ક બાંધીને શીતળા સાતમની પૂજા અર્ચના કરી
  • મહિલાઓએ ઘરના ચુલાની પૂજા કરી વાર્તા સાંભળી

કોરોના સંક્રમણ વચ્ચે સાતમ આઠમના પર્વની ઉજવણી નિરસ બની છે. ત્યારે ઘરમાં મહિલાઓએ શીતળા સાતમની પરંપરાગત રીતે ઉજવણી કરી છે. મહિલાઓએ શીતળા સાતમ કે ટાઢી સાતમના નામે ઓળખાતા આ પર્વમાં રસોઈ બનાવ્યા વગર જ ચુલાની પૂજા કરીને અગાઉ બનાવેલી ઠંડી રસોઈ જમ્યા છે. શીતળાનો રોગ જે રીતે શમી ગયો અને લોકો તેમાંથી મુક્ત થયા તે રીતે જ કોરોનામાંથી સમગ્ર વિશ્વ મુક્ત બને તેવી પ્રાર્થના પણ મહિલાઓએ કરી છે. સાથે શીતળા સાતમની વાર્તા કરીને ભજન કિર્તન કર્યા છે.

પરંપરાગત રીતે ઘરમાં ઉજવણી
તહેવારોના માસ તરીકે ઓળખાતા શ્રાવણ મહિનામાં અનેક હિન્દુ ધાર્મિક તહેવારો આવે છે. આજે શીતળા સાતમનું પાવન પર્વ હોવાથી લોકોએ કોરોનાના કારણે બહાર ઉજવણી ન કરતાં ઘરમાં જ રહેવાનું મુનાસિબ માન્યું છે. મહિલાઓ દ્વારા રસોઈ ઘરમાં વર્ષ દરમિયાન જે ચુલા કે સગડી કે ગેસ પર રસોઈ કરતાં હોય તેના પર રસોઈ ન કરીને અગાઉ બનાવેલી ઠંડી રસોઈ ખાધી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી સવારમાં કુલર કરીને માતાજીનો પ્રસાદ સૌને વહેંચ્યો હતો. આજે ઘણી જગ્યાએ મહિલાઓેએ પૂજા બાદ શીતળા માતાની વાર્તા સાંભળી હતી.

કોરોનામાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરાઈ
જે તે વખતે દેશમાં શીતળાનો રોગ બાળકોમાં સામાન્ય બની ગયો હતો. ત્યારે મહિલાઓ દ્વારા શીતળાનો રોગ ન થાય તે માટે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હતી. જો કે, હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ દેશ દુનિયામાં વધતા મહિલાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આ રોગમાંથી ઝડપથી છૂટકારો મળે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો