ભાસ્કર વિશેષ:સુરત-શારજાહ ફ્લાઇટનું ભાડુ રૂપિયા 30 હજાર છતાં મુસાફરો વધ્યા, 90% ઓક્યુપેન્સી સાથે રવાના થઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટમાં સુરત- શારજાહ ફ્લાઇટમાં 2487એ મુસાફરી કરી

ઓગસ્ટમાં સુરતથી શારજાહ જવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. શારજાહ ફ્લાઇટ 90 ટકા ઓક્યુપન્સી સાથે રવાના થઈ હતી. ઓગસ્ટમાં સુરતથી શારજાહ જવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

સુરત-શારજાહ વચ્ચે એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડુ ભલે આસમાને પહોંચી ગયું હોય પરંતુ સુરતથી દરેક ટ્રીપમાં તેની ઓક્યુપન્સી ઓગસ્ટમાં 90 ટકા રહી હતી. ઓગસ્ટમાં સુરત એરપોર્ટથી શારજાહ ફ્લાઇટમાં 2487એ મુસાફરી કરી હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં શારજાહ ફ્લાઇટમાં કુલ 2487 મુસાફરોએ મુસાફરી કરી છે જેમાં કુલ 1586 મુસાફરો સુરતથી શારજાહ જવા રવાના થયા હતા અને કુલ 901 મુસાફરો શારજાહથી સુરત આવ્યા હતા. દરેક ટ્રીપમાં 176-176 મુસાફરો મળી રહ્યા હતા.

જુલાઈમાં 2386 મુસાફરોએ અવરજવર કરી હતી
શારજાહ ફ્લાઇટના જુલાઈ આવાગમનની વાત કરીએ તો સુરત એરપોર્ટથી શારજાહની ફ્લાઈટની 16 ટ્રીપ થઇ હતી. આમાં 8 ફ્લાઈટ આવી અને 8 ફ્લાઇટ ગઈ હતી. જેમાં કુલ 1314 મુસાફરો શારજાહથી આવ્યા હતા. 1072 મુસાફરો સુરતથી શારજાહ જવા રવાના થયા હતા. શારજાહ ફ્લાઇટ અઠવાડિયામાં બે દિવસ ઓપરેટ કરે છે એવિએશન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી શારજાહ માટે અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ ચલાવે છે. વધતી માંગને કારણે આ દિવસોમાં શારજાહ જવાનું વન-વે ભાડું 30 હજાર રૂપિયાને પાર કરી ગયું છે.

શારજાહ ફ્લાઇટ અઠવાડિયે 3 દિવસ કરવા પ્રયાસ શરુ
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત શારજાહ ફલાઇટને જબરજસ્ત પ્રતિસાદ મળતા હવે આ ફ્લાઇટને અઠવાડિયે 3 દિવસ કરવા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ગ્રુપ દ્વારા અને aix દ્વારા હાલ 2 દિવસ ચાલતી ફલાઇટ ને 3 થી 4 દિવસ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.જો દિલ્હી અને સુરત એરપોર્ટ ઓથોરિટી સહકાર આપશે તો અન્ય 1 દિવસ ની કનેક્ટીવીટી વિન્ટર શિડ્યુઅલમાં એટલે લગભગ શુક્રવારની ફલાઇટ મળી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...