• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat School Students Made Rakhi To Protect The Borders Of The Country, Rakhi Will Be Sent With A Message Of Patriotism.

તહેવારમાં રાષ્ટ્રભાવના:સુરતની શાળાના વિદ્યાર્થીઓએ દેશના સીમાડા સાચવતા જવાનો માટે રાખડી બનાવી, દેશભક્તિના સંદેશા સાથે રાખડી મોકલાશે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરુકુળ વિદ્યાપીઠના વિદ્યાર્થી દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી. - Divya Bhaskar
ગુરુકુળ વિદ્યાપીઠના વિદ્યાર્થી દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી.

આગામી સમયમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ રાખડી દેશની રક્ષા કાજે ફરજ બજાવી રહેલા દેશના વીર જવાનોને મોકલવામાં આવશે. રાખડી સાથે દેશના વીર જવાનોને સંદેશાઓ પણ વિદ્યાર્થીઓ મોકલશે.

રાખડી વીરો કે નામ
આગામી સમયમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ગુરુકુલ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. એક રાખડી વીરો કે નામ હેઠળ ૨ હજારથી વધુ રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવી રહી છે. આ તમામ રાખડી દેશની રક્ષા કરી રહેલા દેશના વીર જવાનોને મોકલવામાં આવશે. આ સાથે જ દેશના વીર જવનોને સંદેશાઓ પણ વિદ્યાર્થીઓનો મોકલશે. દેશના વીર જવાનોની સુરક્ષા અને દીઘાર્યુની પ્રાર્થના વિદ્યાર્થીઓ કરશે વિદ્યાર્થીનીઓ દ્વારા શુભ સંદેશો પાઠવી રાખડીઓ સાથે પોસ્ટર મોકલવામાં આવશે.

જવાનોના લાંબા આયુષ્યની પ્રાર્થના
સ્કુલના શિક્ષકોએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડીઓ તૈયર કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાખડીઓ સાથે હદયનો ભાવ પણ દેશના વીર જવાનોને મોકલી રહ્યા છે. દેશના વીર જવાનો સુરક્ષિત રહે સલામત રહે અને તેઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...