મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાત:સુરતમાં યુવકે અસંખ્ય લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી, ગુગલ પ્લે સ્ટોરમાંથી આવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતા યુવકે પાખી એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની એપ્લિકેશન બનાવી ગુગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી હતી. 12 મહિનાનું મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાતો કરી અનેક લોકો પાસેથી નાણા ખંખેરી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઠગાઈનો આંકડો રૂપિયા 10.19 લાખ પહોંચી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી મનિષ પટેલ નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

12 મહિનાનું મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાત
કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર કાર્તિક વરીયાએ મનિષ શીરિષચંદ્ર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી મનિષે પાખી એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની અપ્લિકેશન બનાવી હતી. અપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી 12 મહિનાનું મોબાઈલ રિચાર્જ રૂપિયા 1249 અને 1499માં કરી આપવાની વોટ્સએપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઉપર લોભામણી જાહેરાત મૂકી હતી.

પોલીસ હજુ વધુ કેટલા સાથે છેતરપિંડી આચરી છે તે અંગે વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ હજુ વધુ કેટલા સાથે છેતરપિંડી આચરી છે તે અંગે વધુ પૂછપરછ કરી રહી છે.

અસંખ્ય લોકોની રિચાર્જ ન કરી છેતરપિંડી આચરી
લોભામણી જાહેરાતો જોઈને કાર્તિક વરિયાએ તેના સગા સંબંધી અને મિત્રો મળી કુલ 251 લોકોનું પોતાની આઈડીમાંથી રિચાર્જ કરાવ્યું હતું. જે પેટે 3.36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેમાંથી આરોપી મનિષે રૂપિયા 71 હજારનું રિચાર્જ કર્યું હતું અને રૂપિયા 2.65 લાખ રૂપિયાનું રિચાર્જ ન કરી છેતરપિંડી કરી હતી.

ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપી ઝડપાયો
કાર્તિક ઉપરાંત જતીન લાડ સાથે રૂપિયા 7.53 લાખ અને હાર્દિક વાઘેલા સાથે રૂપિયા 97 હજાર મળી મનિષે કુલ 10.19 લાખની છેતરપિંડી આચરી હતી. કાર્તિક સહિતનાએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી મનિષ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસ હજુ વધુ કેટલા સાથે છેતરપિંડી આચરી છે તે અંગે વધુ પૂછપરછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...