તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:સુરતમાં દરવર્ષે ભાજબીજના દિવસે મુકાતી સ્વામિનારાયણ ભગવાનની પાઘના દર્શન કોરોનાના કારણે બંધ રહ્યા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણે અરદેશર કોટવાળને આપેલી પાઘડી આજે પણ પારસી પરિવાર સાચવી રહ્યું છે. - Divya Bhaskar
ભગવાન સ્વામિનારાયણે અરદેશર કોટવાળને આપેલી પાઘડી આજે પણ પારસી પરિવાર સાચવી રહ્યું છે.
  • કોરોનાના કારણે ભીડ એકઠી ન થાય તે માટે પારસી પરિવારે નિર્ણય કર્યો

સૈયદપુરા વિસ્તારમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવતી હોય છે. પારસી પરિવાર વર્ષોથી પાઘને સાચવે છે અને દરવર્ષે ભાઈબીજના દિવસે દર્શન માટે ખુલ્લી મુકે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સંક્રમણ ન ફેલાય તે હેતુથી પાઘના દર્શન હરિભક્તોને નથી કરાવ્યાં.

સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ આપેલા
સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 195 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે એક તરફ લોકો સીમિત રહી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી નથી. જેથી ભક્તોમાં નિરાશાનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે.

પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે
સ્વામિનારાયણ ભગવાને અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે. મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે.

પાઘને સાચવવા માટે લાકડાની પેટી બનાવાઈ છે
લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ભક્તો મોટી સંખ્યામાં પાઘ જોવા એકત્ર ન થાય એ માટે આ માટે પાઘનું દર્શન લોકોને કરાવવામાં આવ્યા નથી. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો