આત્મહત્યા:સુરતના સણીયા કણદેમાં પ્રેમી પંખીડાએ ઝાડની એક જ ડાળે લટકી જઈને આપઘાત કર્યો

સુરતએક વર્ષ પહેલા
યુવક અને સગીર યુવતીએ ઝાડની ડાળખી સાથે લટકી જઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોક ફેલાયો છે. - Divya Bhaskar
યુવક અને સગીર યુવતીએ ઝાડની ડાળખી સાથે લટકી જઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોક ફેલાયો છે.
  • પરિવારે કહ્યું કે, લગ્ન કરવા હોત તો મદદ કરત પણ જાણ ન કરી

ડિંડોલી નજીક આવેલા સણીયા કણદે ગામમાં એક જ ઝાડની ડાળખી પર લટકીને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી છે. મંગળવારે સવારે ઘરેથી 50 રૂપિયા લઈને યુવક નીકળેલો બીજા દિવસે પણ પરત ન આવતાં પરિવાર અને તેના મિત્રોએ શોધખોળ આદરેલી. જેમાં બન્નેના લટકતા મૃતદેહો મળી આવતાં પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયું છે. મૃતક તેજસના પિતાએ કહ્યું કે, તેના મિત્રો પાસેથી પ્રેમ સંબંધની જાણ થઈ. અગાઉ ખબર હોત તો તેની સગાઈ કરાવી દીધી હોત. જો કે, હાલ સમગ્ર આપઘાત પ્રકરણમાં ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવક સગીરાના પ્રેમમાં હતો
મરણ જનાર તેજસ સણીયા કણદે ખાતે આવેલ પારા ફળિયા ખાતે તેના પરિવાર સાથે એક નાના મકાનમાં રહેતો હતો. તેજસ સચિન ખાતે આવેલ કારખાનામાં નોકરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે જ સમયે સચિનના પાલિગામમા રહેતી 15 વર્ષની છોકરી સાથે આંખો મળી ગઈ હતી. એમનો પ્રેમ એટલી હદે વધ્યો કે તેમણે પોતાની જિંદગી ટૂંકાવી લીધી.છોકરીના ઘરવાળાએ તેજસના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે, છોકરી તેજસ સાથે નાસી ગઇ છે. તપાસ કરી ને કહો કે બન્ને ક્યાં છે. ત્યારબાદ બન્ને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે સણીયા કણદે ગામમાં આવેલા એક ઝાડની ડાળી પર બન્નેની લટકતી લાશ જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પરિવારજનોએ કહ્યું કે, ખબર હોત તો લગ્ન માટેની વાત ચલાવી હોત પણ કહ્યા વગર અવળું પગલું ભરી લીધું.
પરિવારજનોએ કહ્યું કે, ખબર હોત તો લગ્ન માટેની વાત ચલાવી હોત પણ કહ્યા વગર અવળું પગલું ભરી લીધું.

એકેય પરિવારને પ્રેમસંબંધ વિષે ખ્યાલ નહોતો
આ બન્નેના પ્રેમ સંબંધ વિશે અગાઊ એમને કોઇ જ ખયાલ ન હોવાનો પરિવારે કહ્યું હતું. જ્યારે આ બન્નેએ આવુ પગલુ ભર્યુ તો અમને ખબર પડી કે આ લોકો એક બીજાના પ્રેમ સંબંધમા હતા. જો અમને આ વિશે ખબર હોત તો છોકરીની ઉંમર થયા બાદ અમે બન્નેના લગ્ન કરાવવા તૈયાર હતા. પરંતુ આ લોકોએ આવી નાની ઉંમરમાં આ રીતે પગલું ભરી ખોટું કર્યું છે.