તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:સચિન જીઆઈડીસીમાં દુકાન ખોલતા પકડાયેલા કરિયાણાના વેપારીએ માનસિક તણાવમાં આપઘાત કર્યો

સુરત10 મહિનો પહેલા
સુસાઈડ કરી લેનાર કરીયાણા વેપારીની ફાઈલ તસવીર
 • 10મીએ દુકાન ખોલતા પોલીસે પકડી લીધેલો
 • પોલીસમાંથી છૂટી તણાવમાં આપઘાત કર્યો

કોરોના વાઈરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં કરિયાણાને વેપારીએ આપઘાત કરી લીધો છે. ખાલી રૂમમાંથી સવારે યુપીવાસી વિષ્ણુદતનો લટકતો મૃતદેહ મળ્યો હતો. વિષ્ણુદતને પોલીસે પકડ્યા બાદ ઘરે આવ્યો ત્યારથી માનસિક તણાવમાં હતો એ દરમિયાન આપઘાત કરી લીધાનું તેમના નજીકનાએ જણાવ્યું છે.હાલ પોલીસે આપઘાત કરનાર વિષ્ણુના પીએમની કાર્યવાહી હાથ ધરી છે.

તણાવમાં આપઘાત કર્યો
સચિન GIDCના ગૌતમ નગરમાં રહેતા વિષ્ણુદત્ત 38 વર્ષ યુપીવાસી છે.  નજીકના લોકોએ કહ્યું કે, વિષ્ણુ બે દિવસથી માનસિક તણાવમાં જીવતો. 10મી મેના રોજ દુકાન ખોલતી વખતે 38 વર્ષીય વિષ્ણુને પોલીસે દુકાન ખોલવાના આરોપમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયેલી. બાદમાં માર માર્યો હતો. આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. પોલીસ સ્ટેશનથી 4 હજાર દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો. તેને બેઈજ્જતી થયાનું સતત લાગતું અને આ જ તણાવમાં આપઘાત કરી લીધો હોવાનું તેમના નજીકનાએ જણાવ્યું છે. રાત્રે ભોજન કર્યા વગર સુઈ જનાર વિષ્ણુ 11 મી ની સવારે માનસિક તણાવમાં હતો.મેરા ઇટના બેઇજતી કભી નહિ હુવા કહી ફરી રૂમમાં ચાલી ગયો હતો.

પત્નીએ ભાઈને બોલાવ્યો હતો

રાત્રે પેન્ટના બદલે કમરમાં રૂમાલ લપેટી ઘરમાંથી બહાર ચાલી ગયા બાદ પરત નહિ આવતા પત્ની સવિતા દેવીએ ભાઈ સંતોષને બોલાવ્યો હતો. સવાર પડતા ઘર પાસેની એક બંધ ખોલીમાંથી પંખા સાથે દોરી બધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. વિષ્ણુના મોતથી તેના ત્રણ સંતાનોએ પિતાીન છત ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો