તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:રિકવરી રેટ 57 ટકા થયો, 933 પૈકી 530 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક મહિનામાં નોંધાયેલા 233 કેસ પૈકી 208 દર્દી રિકવર, 13 એક્ટિવ અને 12ના મોત થયા
 • 19 એપ્રિલથી અત્યાર સુધીમાં 700 કેસ પૈકી 322 રિકવર, 351 એક્ટિવ અને 27ના મોત થયા

શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 933 પર પહોંચી ગયો છે. જોકે,સારા સમાચાર એ છે કે, ગત રોજ સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેર જિલ્લામાં કોરોનાને મ્હાત આપી 62 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જેથી રિકવરી રેટ 57 ટકા જેટલો થઈ ગયો છે.

કોરોનાના મહામારીના શરૂઆતના એક મહિનામાં નોંધાયેલા મોટાભાગના દર્દી રિકવર

કોરોના વાઈરસનો પહેલો કેસ 19 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારબાદ સુરતમાં કેસમાં વધારો થઈ રહ્યો હતો. દરમિયાન 14 દિવસની સારવાર બાદ દર્દીઓ રિકવર થવાની શરૂઆત થઈ હતી. શરૂઆતના એક મહિનો એટલે કે 19 માર્ચથી 19 એપ્રિલ સુધીમાં 233 કેસ નોંધાયા હતા. જેમાંથી અત્યારે 208 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 12ના મોત થયા હતા. જ્યારે હાલ 13 કેસ એક્ટિવ હોવાનું પાલિકાની વેબસાઈટ પરથી જાણવા મળ્યું છે.

19 એપ્રિલથી અત્યાર સુધીમાં કેસમાં પણ વધારો અને રિકવરીમાં પણ વધારો

19 એપ્રિલથી 10 મે સુધીમાં 700 કેસ નોંધાયા છે. જેમાં લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 19 એપ્રિલ બાદ નોંધાયેલા કેસ પૈકી 322 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 27ના મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 351 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો