તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિરની અછત:સુરતને 4147 રેમડેસિવિરની માંગ સામે માત્ર 2559 મળ્યા

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઈન્જેક્શનનો પૂરતો જથ્થો સપ્લાય કરવામાં સરકાર નિષ્ફળ
 • તંત્ર દ્વારા 279 ખાનગી હોસ્પિટલને ઈન્જેક્શન અપાયા

કોરોનાના ગંભીર દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાય રહ્યું છે ત્યારે મંગળવારે 2559 દર્દીઓને ઈન્જેક્શનની ફાળવણી કરાઈ હતી. જોકે ખાનગી હોસ્પિટલમાં કુલ 4147 ઇન્જેક્શનની માંગ ઉભી થઇ છે. કલેક્ટર ડો.ધવલ પટેલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી છે.

દર્દીઓએ કે તેમના સગાઓને નહીં પરંતુ ખાનગી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિ એ જ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવવું તેવો આદેશ કરવામાં આવ્યો હોવાથી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટેની લાઇનમાં ઘટાડો થયો હતો. જોકે મંગળવારે પૂરતા પુરાવા તપાસ્યા બાદ તંત્ર દ્વારા 279 ખાનગી હોસ્પિટલમાં 2559 દર્દીઓને ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, તેની સામે 4147 ઇન્જેક્શનની માંગ ઉભી થઇ હતી.

184 મે. ટનની માંગ સામે 167 મે.ટન ઓક્સિજન ફાળવ્યો
2 દિવસથી ઓક્સિજનની માંગમાં ઘટાડો થયો છે. સોમવારે શહેર-જિલ્લામાં કુલ 184 મે.ટન ઓક્સિજનની માંગ સામે 167 મે.ટન ઓક્સિજન ફાળવાયું હતું. જે પૈકી 91 મેટ્રિક ટન ઈન્ડો કંપની, 20 મેટ્રિક ટન લેન્ડ કંપની તથા રિલાયન્સ કંપનીમાંથી 56 મે.ટન જથ્થો લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો