• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Rape Case Against Two And A Half Year Old Girl, Cross examination Of Witnesses Completed In Court, Final Arguments To Be Held On December 1

કોર્ટ કાર્યવાહી:સુરત અઢી વર્ષની બાળકી સાથેનો દુષ્કર્મ કેસ, કોર્ટમાં સાક્ષીઓની સર-ઉલટ તપાસ પૂર્ણ, પહેલી ડિસેમ્બરે અંતિમ દલીલોની કાર્યવાહી હાથ ધરાશે

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવાળીના દિવસે દુષ્કર્મની ભોગ બનેલી બાળકીના કેસમાં રોજે રોજ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરાઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
દિવાળીના દિવસે દુષ્કર્મની ભોગ બનેલી બાળકીના કેસમાં રોજે રોજ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરાઈ છે.(ફાઈલ તસવીર)
  • પોલીસે 1246 પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ હતી

સુરતના પાંડેસરા-વડોદમાં અઢી વર્ષની માસૂમ બાળકી સાથેના દુષ્કરમ અને હત્યાના કેસમાં તમામ સાક્ષીઓ અને પુરાવાના સાક્ષીઓની સ૨ અને ઉલટ તપાસ પૂરી થઈ છે. ત્યારે હવે તેની અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે એવું મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ જણાવ્યું હતું.

આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં પકડેલો
દિવાળીના દિવસે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની અઢી વર્ષની માસૂમ પુત્રી સાથે બળાત્કાર અને હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

1246 પાનાની ચાર્જશીટ રજૂ થયેલી
પોલીસે 1246 પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘર માલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની સર અને ઉલટ તપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરશે.