તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Ranks Second Among Top Municipalities In The Country, Ranks Fifth In Livable City, Commissioner Congratulates Citizens

ગૌરવ:દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં સુરતને બીજો ક્રમ મળ્યો, રહેવા લાયક શહેરમાં પાંચમો ક્રમ,કમિશનરે શહેરીજનોને આપ્યા અભિનંદન

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમગ્ર દેશમાં મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે - Divya Bhaskar
સમગ્ર દેશમાં મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે
  • મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા 2020ની યાદી જાહેર કરાઈ

દેશના મનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન એફર્સ દ્વારા ટોપ મ્યુનિસિપાલ્ટીઝ 2020ની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં દેશભરમાંથી બીજા ક્રમ સુરતને મળ્યો છે. સુરતમાં થતી વ્યવસ્થાઓ કામગીરીને લઈને આ બહુમાન આપવામાં આવ્યું છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે દેશમાં ટોપ પર ઈન્દોર છે.દેશમાં સુરત પાલિકાનો બીજો નંબરઆવતાં પાલિકા કમિશનર બંધાનિધિ પાનીએ શહેરીજનોને અભિનંદન આપ્યો છે.

બેસ્ટ મેનેજમેન્ટનો નંબર મળ્યો
ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લીવીંગ ઇન્ડેસ સારુ આવ્યું છે.મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં આખા ભારતમાં સૌથી આગળ બીજા બેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકેનો ક્રમાંક આવ્યો છે. આ ક્રમાંક ફાઇનાન્સિયલ, યુઝ ઓફ ટેકનોલોજી, અને સર્વિસીસ ઓફ પીપલ આ તમામ બાબતો બાદ મ્યુનિસિપલ ઇન્ડેક્સ નક્કી કરાતા હોય છે.

પાલિકા કમિશનરે સુરતનો રેન્ક સુધરતા તમામને શુભકામના આપી હતી.
પાલિકા કમિશનરે સુરતનો રેન્ક સુધરતા તમામને શુભકામના આપી હતી.

સુરતની વધુ એક સિદ્ધિ
ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્સમાં પણ સુરતનો ક્રમાંક આગળ આવ્યો છે. સુરત આખા દેશમાં 5 મા નંબર પર આવ્યું છે. ગત વખતે સુરત19 મા નંબર પર હતું. 32 લાખથી વધારે લોકોના અભિપ્રાય બાદ મ્યુનિસિપલ અને ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્સ નક્કી કરાતા હોય છે. સુરત મહાનગરપાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મ્યુનિસિપલ પર્ફોર્મન્સમાં સમગ્ર દેશમાં દ્વિતિય ક્રમ સુરતા મહાનગરપાલિકાને આપવામાં આવ્યો છે. આ રેટિંગ ફેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. આ જાણકારી સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપતા કહ્યું કે તેના હક્કદાર સૌ નાગરિકો, કર્મચારીઓ અને પદાધિકારીઓ છે.