તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વાઈરસ:દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં રિકવરી રેટમાં સુરત પહેલા ક્રમે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમેથી ચોથા ક્રમે પહોંચ્યું
  • સુરતમાં પોઝિટિવ કેસની સાથે રિકવરી આંકમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે

દેશમાં હાલ 1.38 લાખથી વધુ કોરોના પોઝિટિવનો આંક પહોંચી ગયો છે. ત્યારે દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદનો સમાવેશ થયો છે. આ 10 શહેરમાં જેમ જેમ પોઝિટિવ દર્દીઓનો વધારો થઈ રહ્યો તેમ તેમ રિકવરી આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ રિકવરી રેટ સુરતનો 67.95 ટકા છે. જ્યારે અમદાવાદ 39.40 ટકા રિકવરી રેટ સાથે સાતમાં ક્રમે છે.

સુરતમાં કોરોના અંગે અત્યાર સુધી ટેસ્ટોની સંખ્યા કુલ 20 હજારને પાર

સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1320 પહોંચ્યો છે(covid19india.org પ્રમાણે). જ્યારે સુરત પાલિકાના જણાવ્યા પ્રમાણે કેસોની સંખ્યા 1372 પર પહોંચી છે. અત્યાર સુધી ટેસ્ટોની સંખ્યા 20 હજારને પાર થઈ છે. સુરતમાં કુલ ટેસ્ટની સંખ્યા 20,002 થઈ છે. જેમાંથી પોઝિટિવ કેસો 1376  થયા છે. એક્ટિવ સર્વેલન્સમાં કુલ 1426 ટીમ છે 41 એઆરઆઈના કેસો મળ્યા છે. એપીએક્સ સર્વેલન્સ અત્યારે ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અત્યારે એપીએક્સના સર્વેલન્સ થાય છે તેમાંથી એજર્ડ અને કોમોર્બિડ કન્ડિશનના લાઈન લીસ્ટ બનાવવાનું અત્યારે ઝોન વાઈઝ કામગીરી થઈ ગઈ છે. એકાદ દિવસમાં આ લાઈન લીસ્ટીંગ પૂર્ણ થઈ જશે. તમામ એજર્ડ અને કોમોર્બિડ છે તેઓને ટાર્ગેટેડ એપ્રોચથી કામગીરી કરવામાં આવશે.

દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દી ધરાવતા શહેરમાં અમદાવાદ ચોથા ક્રમે અને રિકવરી રેટમાં સાતમાં ક્રમે

ચાર દિવસ પહેલા દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દી ધરાવતા શહેરમાં અમદાવાદ ત્રીજા ક્રમે હતું અને સુરત દસમા ક્રમે હતું. અમદાવાદથી ચેન્નઈના કેસમાં વધારો થતા હાલ અમદાવાદ 10280 કેસ સાથે ચોથા ક્રમે છે. જ્યારે સુરતે 10મો ક્રેમ જાળવી રાખ્યો છે. હાલ રિકવરી રેટમાં 39.40 ટકા સાથે અમદાવાદ સાતમા ક્રમે છે. જ્યારે સુરત પહેલા ક્રમે છે. દેશમાં સૌથી ઓછો રિકવરી રેટ મુંબઈનો 23.19 ટકા છે.

ગુજરાતનો રિકવરી રેટ

દેશના રાજ્યોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ તમિલનાડુ અને ગુજરાત છે. ગુજરાતમાં હાલ 14063 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 6412 દર્દીઓ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે. જેથી ગુજરાતનો રિકવરી રેટ 45.59 ટકા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો