તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નિષ્ઠા તાલીમ નોંધણીમાં સુરત રાજ્યમાં ૨૮મા ક્રમે, તાપીના શિક્ષકો 105.49% સાથે પ્રથમ ક્રમે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ઓનલાઇન આપવામાં આવનારી નિષ્ઠા તાલીમમાં રજીસ્ટ્રેશન કરવામાં પણ સુરતનો રાજ્યમાં ૨૮મો ક્રમ રહ્યું છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ રજીસ્ટ્રેશન કરાવવા માટે ટકોર કરવી પડી હતી. નવી શિક્ષણ નિતી અને વિદ્યાર્થીઓને સરળ શિક્ષણ મળી શકે તેમજ શિક્ષકોના જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે શિક્ષકો માટે નિષ્ઠા તાલીમ રાખવામાં આવી છે.

આ માટે દરેક શિક્ષકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે. રાજ્ય સરકારના ટાર્ગેટની સામે તાપી જિલ્લાના શિક્ષકોએ 105.49 ટકા રજિસ્ટ્રેશન કરાવી પ્રથમ રહ્યા છે. નવસારીના શિક્ષકોએ 102.61 ટકા સાથે બીજા ક્રમે જ્યારે ડાંગના શિક્ષકો 94.62 ટકા સાથે ત્રીજા ક્રમે છે. સુરત જિલ્લાના 43.40 ટકા શિક્ષકોએ જ રજીસ્ટ્રેશન કરાવતા રાજ્યના ૨૮માં ક્રમ પર રહ્યા હતા.

ડીઇઓએ આચાર્યોને પત્ર પાઠવી ટકોર કરી
ડીઇઓએ સુરતની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને સુરતમાં રજીસ્ટ્રેશન ખુબ ઓછુ થયું હોવાથી આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોવાથી આચાર્યો અને શિક્ષકોએ વહેલીતકે રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...