તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા તૂટશે:સુરતમાં કોરોના સંક્રમણને પગલે રાંદેર ઈદગાહમાં વર્ષોથી થતી ઈદની નમાજ ન યોજવા નિર્ણય

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અગ્રણીઓ દ્વારા ઈદની નમાજ રાંદેર ઈદગાહમાં ન યોજવા નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
અગ્રણીઓ દ્વારા ઈદની નમાજ રાંદેર ઈદગાહમાં ન યોજવા નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર)
  • વર્ષો જૂની પરંપરા સમાન ઈદ-ઉલ-ફિત્રની નમાજ ન યોજવા નિર્ણય

કોરોના સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આવનાર ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી મુસ્લિમ બિરાદરો નહીં કરી શકશે. શહેરના મુસ્લિમ સામાજિક અગ્રણીઓએ તેમજ વિવિધ ઈસ્લામિક ટ્રસ્ટના સંચાલકોએ નિર્ણય લીધો છે કે, ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી આ વર્ષે પણ નહીં કરવામાં આવે. કોરોના સંક્રમણને કારણે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય એ આવનાર તમામ લોકોના જીવ માટે સંકટ બની શકે છે. વહીવટી તંત્ર સાથે સતત સંકલન રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ પણ આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી આખરે પરિસ્થિતિ જોતા ઈદની નમાઝ પડવાનું ટાળ્યું છે.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે
રાંદેર ઇદગાહ ખાતે દર વર્ષે 50 હજાર થી 70 હજાર લોકો એકત્રિત થઈને ઇદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરવામાં આવતી હતી.વર્ષોથી ચાલતી આ પરંપરા કોરોના સંક્રમણને કારણે ખંડિત થઈ છે. 5 મે સુધી રાંદેર ઇદગાહ કમિટી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો ન હતો રાજ્ય સરકારે 5મે સુધી જે પ્રકારની નિયંત્રણ લાદયા હતા.તે જોતા આગામી દિવસોમાં પણ તેને વધારી શકાયતા તેવી શક્યતા હતી. રાજ્ય સરકારે પણ 12મે સુધી નિયંત્રણો યથાવત રાખ્યા છે.

રોગચાળાને ધ્યાનમાં લઈને નિર્ણય
અયુબ મોહમ્મદ અલી રાંદેર ઈદગાહના મંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીના ઇતિહાસમાં સતત બે વર્ષ સુધી રાંધેજા ખાતે નમાજ ન પડવાની આ પ્રથમ ઘટના છે. સામાન્ય રીતે વરસાદ પડે તો નમાજ રદ કરવામાં આવતી હતી પરંતુ આ વખતે મહામારીની સ્થિતિને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય તે માટે ઇદુલ ફિત્રની નમાજ રદ કરી છે.રાંદેર ઇદગાહ ખાતે સુરત તેમજ જિલ્લાના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા માટે આવતા હોય છે. કોરોના સંક્રમણ ની ભીતિને કારણે વહીવટી તંત્ર સાથે સંકલન કરી નિર્ણય લીધો છે.