તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:રાંદેરમાં દુકાનદારે દુકાન બંધ કરી પંખા સાથે લટકી જઈ આપઘાત કર્યો, સુસાઈડ નોટ મળી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારસ જૈન(ઈન્સેટમાં)એ પોતાની દુકાન બંધ કરીને ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવી રહ્યું છે. - Divya Bhaskar
પારસ જૈન(ઈન્સેટમાં)એ પોતાની દુકાન બંધ કરીને ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવી રહ્યું છે.
  • બપોરના સમયે દુકાન બંધ કરીને આપઘાત કર્યો
  • સુસાઈડ નોટ પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી

રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજ પાસે આવેલા પાર્શ્વનાથ કોમ્પલેક્સમાં દુકાનદારે આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે દુકાન બંધ કરીને પંખા સાથે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં તેમણે દુકાનદારના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે દુકાનદારના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મેળવી છે. જો કે આપઘાત અંગેનું કારણ પોલીસે જાહેર કર્યું નથી.

ઉધના ખાતે પરિવાર રહેતું હતું
રાંદેર વિસ્તારમાં પાર્શ્વનાથ કોમ્પલેક્સમાં આપઘાત કરી લેનાર પારસ જૈનનું પરિવાર ઉધના ખાતે રહે છે અને 18 વર્ષથી દુકાન ચલાવે છે. પારસ જૈને બપોરના સમયે પોતાની દુકાનમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે. જો કે પોલીસે તેમાં શું લખ્યું છે તે જાહેર નથી કર્યું જેથી આપઘાતનું કારણ અકબંધ છે.