તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના તાડવાડી નજીક ઘરમાં કુહાડી અને પિસ્તોલ લઈને આવેલા શખ્સે:સુરતના તાડવાડી નજીક ઘરમાં કુહાડી અને પિસ્તોલ લઈને આવેલા શખ્સે હુમલો કરતાં આરોપીને બાંધી દઈને પોલીસને સોંપી દેવાયો

સુરત5 મહિનો પહેલા
હુમલાખોરને બે દીકરાઓ અને સ્થાનિકોની મદદથી પકડીને બાંધી દેવામાં આવ્યો હતો. - Divya Bhaskar
હુમલાખોરને બે દીકરાઓ અને સ્થાનિકોની મદદથી પકડીને બાંધી દેવામાં આવ્યો હતો.
  • આજે તારો છેલ્લો દિવસે જે જોવું હોય તે જોઈ લે કહી હુમલાનો પ્રયાસ કર્યો

રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી નજીક ઘરના બગીચામાં બેઠેલા ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હોય છે. હુમલાખોર કલ્પેશ પટેલ હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકાવી બગીચામાં આવે છે. કલ્પેશ ધમકી આપતા કહે છે કે, આજે તારો છેલ્લો દિવસ છે. તારે જે કંઈ જોવું હોય તે જોઈ લે તેવી ધમકી આપીને હુમલો કરવા જાય છે તે દરમિયાન ગેમલસિંહ ઠાકરોના બન્ને દીકરા બચાવવા પ્રયત્ન કરે છે તો ધમકી આપીને મારી નાખવા પ્રયાસ કરે છે. જો કે બન્ને દીકરા તેને પકડી લઈને ઈજાગ્રસ્ત થયા હોવા છતાં અન્યની મદદથી પકડી લઈને બાંધી દઈને પોલીસને હવાલે કરે છે. પોલીસે વિવિધ ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હુમલાખોરના હાથ અને પગ બાંધી દઈને ઊંધો સૂવડાવી દેવાયો હતો.
હુમલાખોરના હાથ અને પગ બાંધી દઈને ઊંધો સૂવડાવી દેવાયો હતો.

કુહાડી બતાવી ધમકી આપી
રાંદેર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ગેમલસિંહ ઠાકોર ગત 15મીના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ગાર્ડમાં બેસી હાથમાં મોબાઈલ જોતા હતાં. તે દરમિયાન કલ્પેશ પટેલ અચાનક તેની સામે કુહાડી લઈને ધસી આવી તેના હાથમાં રહેલ કુહાડી લઈને કહેવા લાગ્યો કે આજે તારો છેલ્લો દિવસ છે તારે જે કંઈ જોવું હોય તે જોઈ લે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

હુમલાખોર જે કુહાડી લઈને આવ્યો હતો તેને પોલીસે કબ્જે કરી લીધી હતી.
હુમલાખોર જે કુહાડી લઈને આવ્યો હતો તેને પોલીસે કબ્જે કરી લીધી હતી.

પોલીસે આરોપીને ઝડપી લીધો
કલ્પેશનો અવાજ સાંભળીને ગેમલ ઠાકોરના બન્ને દીકરા રિધીરાજ તથા ધર્મરાજ આવી ગયા હતાં. ત્યારે કલ્પેશે કહેલ કે તુ નજક ના આવતો મારી પાસે પિસ્તોલ છે એમ કહી ટી શર્ટ ઉંચી કરી પિસ્તોલ બતાવી હતી. તેના હાથમાં રહેલી કુહાડી મારવા જતા દીકરાઓએ છોડાવવા વચ્ચે પડતા બન્નેના ડાબા હાથમાં હથેળીના ભાગે કુહાડી વાગી ગઈ હતી. બાદમાં આરોપીને પકડીને બાંધી દઈને પોલીસ હવાલે કરાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો