છેડતી:સુરતના રાંદેરમાં છ વર્ષની બાળકી સાથે પાડોશીએ અડપલાં કર્યા, ગુટખા લઈને ઘરની અંદર બોલાવી હતી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અડપલાં કરાતાં ગભરાયેલી બાળકીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
અડપલાં કરાતાં ગભરાયેલી બાળકીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • આરોપી યુવકે બે બાળકી પૈકી એક રૂમમાં જતાં શારીરિક અડલાં કર્યા હતા

સુરતના રાંદેર રાજુનગર ઝૂંપડપટ્ટીમાં છ વર્ષની બાળકી સાથે શારીરિક છેડતી કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. પાડોશી ની માનસિક વિકૃતિ ને લઈ કિશોરીએ તાત્કાલિક ઘરે પહોંચી માતા-પિતાને વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ પાડોશી સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. જાવેદએ બાળકીને વિમલ ગુટખા લઇ ઘરે બોલાવી શારીરિક અડપલા કરતા હોબાળો થયો હતો.

ગુટખા લઈ આઉ એમ કહેલું
રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા જાવીદ અબ્દુલ રહેમાન શેખ નામના ઇસમે ઘર બહાર રમતી બે માસુમ બાળકીઓને બોલાવી વિમલ ગુટખા લઈ આઉ એમ કહ્યું હતું. ત્યારબાદ બન્ને બે પૈકી એક બાળકીને ઘરમાં વિમલ આપવા માટે બોલાવી હતી અને શારીરિક છેડતી કરી હતી.

બાળકી હેબતાઈ ગયેલી
આરોપી રાંદેર ઈંટોના ભઠ્ઠા પાસે રાજુનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે. સોમવારની બપોરના સમયની ઘટના છે. ઘર પાસે રમતી પાંચ અને છ વર્ષની બે બહેનો પાસે વિમલ મંગાવ્યુ હતું. બંને બહેનો નજીકની દુકાન પરથી વિમલ લઇ આવી હતી. નિયત ખરાબ હોવાથી જાવીદે બાળકીને ઘરની અંદર વિમલ આપવા માટે બોલાવી હતી. છ વર્ષની માસુમ બાળકી ઘરમાં આવતાની સાથે જ જાવીદે તેને પકડી શારીરિક છેડતી કરી હતી. જેથી માસુમ બાળકી હેબતાઈ ગઈ હતી. ત્યાંથી નીકળી પોતાના ઘરે જઇ બાળકીએ તમામ હકીકત તેણીની માતા-પિતાને જણાવતા વાત રાંદેર પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. પોલીસે આરોપી જાવીદ સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.