તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના સચિન અને રાંદેર વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં સચીન જીઆઈડીસી વીવો કંપનીના ગેટ પાસે પરિણીતાનું મોઢુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. એક મહિના પહેલા બનેલા બનાવ અંગે પરિણીયાએ વતન એમપીમાં ફરિયાદ નોધાવતા ઝીંરો નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી હતી.બીજી તરફ રાંદેરના ઉગત વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને તેના પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સચીનમાં મોઢુ દબાવી દુષ્કર્મ આચરાયું
સચીન જીઆડીસી પોલીસેથી મળતી વિગત મુજબ સચીન જીઆઈડીસી વીવા કંપનીમાં મજુરી કામ કરતા મૂળ એમપીના હરથલના કાહીગુલરી ગામના મનુ ગલીયા ડામરે તેની સાથે મજુરીકામ કરતી તેના વતનની 24 વર્ષીય પરિણીતાનું ગત તા 11મી જાન્યુઆરીના રોજ બપોરે મોઢુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે જે તે સમયે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ તેના વતન એમપીમાં ગયા બાદ ત્યાંના સ્થાનિક પોલીસમાં બનાવ અંગે ફરિયાદ આપતા સ્થાનિક પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઈ ટ્રાન્સફર કરી હતી. જે ફરિયાદને આધારે સચીન જીઆઈડીસી પોલીસે મનુ ડામર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુવતીને તરછોડી દેવાતા ફરિયાદ
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ ઉગત કેનાલ રોડ એસ.એમ.સી આવાસમાં રહેતા બીપીન ગોવિંદ સોધરવા (ઉ.વ.40)એ ડિસેમ્બર 2019માં તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને તેના પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બીપીને યુવતીને તેની સાથે લગ્ન કરવાનું કહ્ના બાદ તરછોડી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પોલીસે યુવતીની ફરિયાદ લઈ બીપીન સોધરવા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.