મેડિકલ સ્ટોર પર રેડ:સુરતમાં ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર નશાકાર સીરપનું વેચાણ પર દરોડા, 407 કેપ્સ્યુલ, 17 સિરપની બોટલ ઝડપાઈ

સુરત3 મહિનો પહેલા
પોલીસે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક સામે કાર્યવાહીની તૈયારીઓ આદરી છે.
  • પાંડેસરામાં પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સિટી કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં કેટલાક મેડિકલ સ્ટોર ધરાવનારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશામાં ઉપયોગમાં લેવાતી સિરપ અને દવાઓ આપી રહ્યાં છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર વેચાણનો પર્દાફાશ કર્યો હતો. સાથે જ મેડિકલમાંથી 407 કેપ્સ્યુલ, 17 સિરપની બોટલ ઝડપી લેવામાં આવી હતી.

બાતમીના આધારે રેડ
પોલીસને મળેલી બાતમીના આધારે પાંડેસરા નેમનગર નિલકંઠ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 1માં શિવ શક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી. જેમાં ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક લાલારામ જેતારામ ચૌધરીએ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું હતું. જેથી પોલીસે મેડિકલ સ્ટોરમાં રહેલા અન્ય જથ્થાને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદથી સિઝ કર્યો હતો.

પકડાયેલો જથ્થો
પોલીસની રેડમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ ટેબલેટ કેપ્સ્યુલ નંગ 407 અને નશાકાર સિરપ બોટલ નંગ 17 કબ્જે કરવામાં આવી હતી. જથ્થા બાબતેફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ મેડિકલ સ્ટોરના લાયસન્સધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...