તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:સુરતના રાહુલ રાજ મોલમાં સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા પર રેડ, બંગાળી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્પામાં ગ્રાહક તરીકે ગયેલા પુરૂષોને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
સ્પામાં ગ્રાહક તરીકે ગયેલા પુરૂષોને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • પોલીસની મિસિંગ સેલ દ્વારા રેડ કરીને પર્દાફાશ કરાયો

સુરતના ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં પોલીસની મિસિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ચારથી પાંચ સ્પામાં રેડ કરીને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.

બંગાળથી લવાયેલી મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.
બંગાળથી લવાયેલી મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.

ગ્રાહકો પણ ઝડપાયા
પોલીસને મળેલી બાતમીના આધારે મિસિંગ સેલ દ્વારા રાહુલરાજ મોલમાં રેડ કરવામાં આવી હતી. ચારથી પાંચ સ્પામાં ચાલતા ગોરખ ધંધાની માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસને બંગાળની યુવતીઓ અને પુરૂષ ગ્રાહકો પણ મળી આવ્યા હતાં. જેથી તેમને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાહુલરાજ મોલના સ્પામાં રેડ કરવામાં આવી હતી.
રાહુલરાજ મોલના સ્પામાં રેડ કરવામાં આવી હતી.

લગ્નના નામે યુવતીઓને લવાયેલી
રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં કામ કરતી યુવતીઓને પોલીસે છોડાવી છે. આ યુવતીઓને પશ્ચિમ બંગાળથી લગ્ન કરાવવાની લાલચ આપીને લાવવામાં આવતી હતી. યુવતીઓને ત્યાંથી મોટા સપના દેખાડીને સુરતમાં મોલમાં અનૈતિક કામ કરાવવામાં આવતું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.હાલ પોલીસે યુવતીઓને મુક્ત કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજુએ 18 વર્ષીય યુવતી સાથે ચોથા લગ્ન કર્યા બાદ તેણીને દેહ વિક્રયમાં ધકેલી દીધી
રાજુએ 18 વર્ષીય યુવતીને બંગાળથી લાવ્યો હતો. તેની જોડે તેણે મંદિરમાં ચોથા લગ્ન કર્યા હતા, બાદમાં તેણીને દેહ વેપારમાં ધકેલી દીધી. બંગાળની જે પરિણીતાને રાજુ અને સપના નામની યુવતી રેસ્ટોરન્ટમાં કામની લાલચ આપી લાવ્યા હતા. તેણીને પાસે બંને દિવસના 3થી 4 ગ્રાહકો મોકલતા હતા. પરિણીતાએ પોતાના બનેવીને ફોન કરીને વ્યથા જણાવતા બનેવી જ્યારે સ્પામાં લેવા આવ્યો ત્યારે બાબુએ પરત મોકલવાનો ઇન્કાર કરી દીધો. જેના પગલે પરિણીતાના બનેવીએ બંગાળના એક ફાઉન્ડેશનની મદદથી દિલ્હી અને સુરતની સંસ્થાઓના માધ્યમથી પોલીસ સુધી પહોંચીને આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું.

આરોપી બાબુ આરોપી રાજુ
આરોપી બાબુ આરોપી રાજુ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો