વિરોધ:સુરતના પુણા વિસ્તારમાં પ્રેશરથી પાણી ન મળતાં રહીશોએ માટલાં ફોડી રોષ પ્રગટ કર્યો

સુરત15 દિવસ પહેલા
નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રેશરથી પાણી ન આવતા વિરોધ
  • વારંવારની ફરિયાદ છતાં નિવેડો ન આવતાં હોબાળો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રેશરથી પાણી ન આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરીને ઝડપથી મુદ્દાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.

રજૂઆત છતા નિવેડો નહી
સ્થાનિકોએ કહ્યું કે, આ અંગે SMCનાં જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવાં છતાં આજ સુધી આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવતાં માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આપના કોર્પોરેટર પાયલ સાકરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરોધ પક્ષના નેતાની રજૂઆત
આ અંગે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને જાણ કરતાં તેઓ સ્થળ પર જઈ સ્થાનિકો સાથે વાત કરી એમના પ્રશ્નો અંગેની રજુઆત અધિકારીઓને કરી હતી અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, જો આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ પાલિકા કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે.