ઉમરવાડા રાજીવનગર ઝૂપડપટ્ટી પાસે ગઈકાલે ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ કંપનીના કલેકશન બોય પાસેથી અજાણ્યાઍ લોનના હપ્તાની ઉઘરાણીના રૂપિયા 70,640 ATM કાર્ડ સહિતના મહત્વના ડોક્યુમેન્ટ સાથેની બેગ લૂંટી ગયો હતો. યુવકે પીછો કરતા લૂંટારૂઍ છરો બતાવી ધમકાવ્યો હતો.
ધમકી આપી લૂંટ ચલાવી
બનાવની પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગોડાદરા મહારાણા ચોક પાસે પ્રતાપનગર ખાતે રહેતા રાજીબકુમાર અનાદી તરાઈ (ઉ.વ.33) ટાટા કેપિટલ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ કંપનીમાં લોનના હપ્તાનું કલેકશનનું કામ કરે છે. રાજીબકુમાર ગઈકાલે લોનના હપ્તાની કુલ રૂપિયા 70,640ની ઉઘરાણી કરીને ઉમરવાડા રાજીવનગર ઝુપડપટ્ટી પાસેથી પસાર થતો હતો તે વખતે અજાણ્યાઍ તેની સાથે ધક્કા મુક્કી કરી લૂંટ ચલાવી નાસી ગયો હતો.રાજીબકુમારે પીછો કરતા અજાણ્યાઍ તેની પાસેનો છરો બતાવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે રાજીબકુમારની ફરિયાદ લઈ તપાસ પીઍસઆઈ પી.કે. રાઠોડ કરી રહ્ના છે.
પર્સનલ ડોક્યુમેન્ટ પણ ચોરાયા
બેગમાં કલેક્શનના રૂપિયા ઉપરાંત રાજીબકુમારનું પર્સ અને સ્ટીલની પાણીની બોટલ પણ હતી. પર્સમાં પરચુરણ રૂપિયા, અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, આર.સી.બુક, પાનકાર્ડ, બેન્ક ઓફ બરોડાનુ એટીએમ કાર્ડ, એચ.ડી.એફ.સી.બેન્કનુ એટીએમ કાર્ડ તથા ચેક બુક અને ભારત ગેસની બુક હતી. લૂંટની ઘટના અંગે રાજીબકુમારે ગતરાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારુને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.