ગભરાહટ:સુરતના વરાછામાં ખાડી કિનારે ફિણના ઢગલાં દેખાયા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા પાણીનો પ્રવાહ અટકતા લોકોમાં ડરનો માહોલ

સુરતએક વર્ષ પહેલા
ફીણના ઢગલાં સર્જાતા સ્થાનિકોએ રોગચાળાનો ડર વ્યક્ત કર્યો હતો.
  • ખાડી કિનારાની સોસાયટીવાસીઓમાં રોગચાળો ફેલાવાનો ભય

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલી કેટલીક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ફિણના ઢગલા જોવા મળી રહ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા પાણીનો પ્રવાહ અટકતા આ પ્રકારની સમસ્યા ઉભી થઈ રહી છે.ફિણનાં ઢગલાં થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે, પાલિકા તંત્ર કહે છે કે, આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાડીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશે.

ખાડી પર ચાલતી કામગીરીના કારણે પાણીનોપ્રવાહ અટકતા ફિણ થઈ રહ્યાં છે.
ખાડી પર ચાલતી કામગીરીના કારણે પાણીનોપ્રવાહ અટકતા ફિણ થઈ રહ્યાં છે.

રોગચાળો ફેલાવાનો ડર
વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાડીની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે. આ સોસાયટી બરોબર ખાડીના કિનારે આવેલી છે. છેલ્લા કેટલાક દિવસથી ખાડીના ઉપર ફિણનાં ઢગલે-ઢગલાં જોવા મળી રહ્યા છે. આ ફિણનાં ઢગલા મોટી માત્રામાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. લોકોમાં એવો ગભરાટ છે કે, આ પાણીને કારણે રોગચાળો ફેલાઇ શકે છે.જો કે પાલિકા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ગભરાટની વાત નથી.

પાલિકાએ ટૂંકા ગાળાની સમસ્યા હોવાનું સ્વિકારી કહ્યું કે ડરવારની કોઈ વાત નથી.
પાલિકાએ ટૂંકા ગાળાની સમસ્યા હોવાનું સ્વિકારી કહ્યું કે ડરવારની કોઈ વાત નથી.

ટ્રીટ કરેલું પાણી હોવાનું પાલિકાએ કહ્યું
મહાનગરપાલિકાએ કહ્યું કે,આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રીટ કરેલું પાણી છે. હાલમાં ખાડી ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ ખાડીને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશનનું કામ થશે.આ કામગીરીને પગલે ખાડીમાં માટીપુરાણ કરીને ખાડીના રસ્તાને સાંકડો અને ઊંડો કરવાની કામગીરી ચાલે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે. ખાડીનું મુખ નાનું થતાં આ પ્રકારના ફિણ જોવા મળે છે. જોકે આનાથી કોઈના આરોગ્યને ખતરો નથી.

અન્ય સમાચારો પણ છે...