તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેર પોલીસ અને સુરત પર્ફોમીંગ આર્ટીસ્ટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 બાબતે લેવાની તકેદારી માટે જનજાગૃતિ શેરી નાટક અભિયાન શરૂ કરાયું છે. કોવિડ-19ના બીજા ફેઝમાં દરેક વ્યક્તિઓ કોરોનાને લઈને જે બેદરકાર બની ગયા છે અને કેસ વધવા લાગ્યા છે તેની અવેરનેસ માટે આ અભિયાન શરૂ કરાયું છે. જેની પહેલ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરાઈ છે. જેનો પહેલંુ નાટક શુક્રવારે પાંડેસરા અને ભટારમાં ભજવાયું હતું. આ માટે સ્પાની 6 ટીમ અને 3 સ્ટોરી ડિરેક્ટ કરવામાં આવી છે.
દરેક સ્ક્રીપ્ટ પર બે ટીમ કામ કરશે. એ રીતે 500 જેટલા શો કરાશે. આ નુક્કડ નાટક માટે સ્પા તરફથી લેખક, નિર્દેશક અને કો-ઓર્ડિનેટર દેવાંગ જાગીરદાર રહેશે. આ અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે આ નુક્કડ નાટક શહેરના 26 પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવશે. દરેક વિસ્તારમાં 15 જેટલા શો કરવામાં આવશે. રોજના 30 જેટલા શો કરવામાં આવશે. નુક્કડ નાટક દરમિયાન ટ્રાફિકને અડચણ ના થાય તે માટે પોલીસ અધિકારી પણ હાજર રહેશે. અને કલસ્ટર એરિયામાં વધારે નાટક ભજવાશે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.