વ્યાજખોર પર કસાતો પોલીસનો ગાળિયો:સુરત પોલીસની વ્યાજખોર સામે સ્પેશિયલ ડ્રાઇવ, 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરીને ધરપકડ કરી

સુરત22 દિવસ પહેલા
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરમાંથી 16 વ્યાજખોરોની ધરપકડ કરી.

રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ અંતર્ગત કાર્યવાહી શરુ કરી છે. ત્યારે સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વ્યાજખોર પર કસાતો પોલીસનો ગાળિયો
ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આવા વ્યાજખોરો સામે પોલીસ પોતાનો ગાળિયો કસી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 વ્યાજખોરો સામે કરી કાર્યવાહી
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ દ્વારા વ્યાજખોર સામે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે દિવસથી અલગ અલગ ટીમ બનાવી હતી. અને ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે વ્યાજ વટાવનો ધંધો કરી ઉંચા વ્યાજદર વસુલ કરતા 16 વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેઓની પાસેથી વ્યાજે નાણાધીરનાર અંગેનું સાહિત્ય/મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાજખોરોની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના તમામ જુદાજુદા વિસ્તારોમાંથી એક સાથે 16 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ આ રીતે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને તેમની ધરપક કરાતા વ્યાજનો ધંધો કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ધરપકડ કરેલા વ્યાજખોરો

  • બબન લાલજી મિશ્રા
  • પંકજ રમણભાઈ પટેલ
  • વિશાલ ફાઈનાન્સના પ્રોપાઈટર વિશાલભાઈ ઠક્કર
  • શુભમ પ્રદીપભાઈ બીછવે
  • પરબતભાઈ ઉર્ફે બાપુ જોરાભાઈ દેસાઈ
  • ભગવાનભાઈ હરીભાઈ સ્વાઇ
  • બલરામ નાનાભાઈ મેવાવાલા
  • અભિજિત સુભાષ બાવીસ્કર
  • ભાવેશ કિશોરભાઈ વાઘેલા
  • દીપક વસંતભાઈ ઉધનાવાળા
  • જયસિંગ ઉદાભાઈ સપકાળા
  • માધવરાવ મધુકર પાટીલ
  • કનૈયા દિનેશભાઈ સંચેતી
  • પ્રકાશચંદ્ર ઈશ્વરલાલ મર્ચન્ટ
  • જાકીર ઉર્ફે જગ્ગુ બદરૂદિન શેખ
  • ઓધવજી દેવનદાસ હેમનાણી
અન્ય સમાચારો પણ છે...