તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:પાંડેસરામાં બાઈક પર ગાંજો વેચાણ માટે નીકળેલો આરોપી ઝડપાયો, 7 કિલો ગાંજો મળ્યો, બેને વોન્ટેડ જાહેર કરાયા

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાં ગાંજાના જથ્થાનું વેચાણ કરવા જતા આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
પાંડેસરામાં ગાંજાના જથ્થાનું વેચાણ કરવા જતા આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • આરોપી પાસેથી બાઈક સહિત કુલ 86 હજારનો મુદ્દામાલ પકડાયો

શહેરમાં ગાંજાના વેચાણ અને હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.જીયાવ-વડોદ રોડ પર આવેલા વડોદ આવાસ ચાર રસ્તા પાસેથી આરોપીને ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ગાંજો વેચાણ માટે આપનાર અને અન્ય એમ કુલ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

ગાંજાની હેરાફેરી વખતે આરોપી ઝડપાયો
મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતની મહેશ્વર ઉર્ફે રીટુ પિતવાસ સ્વાઈ (ઉ.વ.આ.22)ના હાલ ગણેશનગર ભેસ્તાનમાં રહે છે. રીટુ વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં ગાંજાના સક્રિય ઘટકોની હાજરી વાળો માદક પદાર્થ હેરાફેરી કરવાનો હતો. પોલીસે બાતમીના આધારે રીટુ પાસેથી 6 કિલો 982 ગ્રામ ગ્રાંજો જેની અંદાજે કિંમત 41, 892 રૂપિયાનો જથ્થો કબ્જે કર્યો હતો.

બેને વોન્ટેડ જાહેર કરાયા
રિટુ નામનો આરોપી મિટ્ટુ સ્વાઈ પાસેથી લઈને વિજય રાઉત રહે સિધ્ધાર્થનગર ઝુપડપટ્ટી પાંડેસરાને વેચાણ કરવાના હેતુથી આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઈક રોકડ મળી કુલ 86,892ની મત્તાના મુ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.તથા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.