ક્રાઈમ:સુરતમાં સંસ્થામાથી 50 લાખની લોન આપવાનું કહી 32 લાખની છેતરપિંડી કરનારા બે ઠગોને પોલીસે ઝડપી લીધા

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
  • ગુરૂકુલ જ્યોતિષ સંસ્થાના નામે છેતરપિંડી કરનારાને પોલીસે બે પરપ્રાંતિયોને ઝડપી લીધા

સુરતમાં રૂપિયા 50 લાખની વગર વ્યાજની લોન આપવાનું કહીને સુરતના એક યુવાન પાસેથી અલગ લાગે ચાર્જના નામે રૂપિયા 32 લાખ પડાવી લેવામાં આવ્યા હતાં. જોકે આ યુવાને આ મામલે સુરત ના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આ ગુનામાં છેતરપિંડી કરનારા બે ઠગ ઈસમોને બિહારથી ઝડપી લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

છેતરપિંડી કરાઈ
સુરતના એક યુવા વેપારીને પોતાના વેપાર માટે લોન જોઈતી હતી ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ બે ઈસમો દ્વારા તેમને ગુરુકુલ જ્યોતિષ સંસ્થામાંથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર લોન આપવાનું કહીને સુરતના વેપારીને પહેલા વિશ્વાસમાં લઇને તેમની સાથે મિત્રતા કરી હતી. જોકે આ લોન માટે તેમને અલગ લાગે ચાર્જ ભરવા પડશે કહીને આ ઠગ ઈસમો દ્વારા સુરતના વેપારી પાસે 32 લાખ રૂપિયા ગુરૂકુલ જ્યોતિષ સંસ્થાના ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ નં .201002796216 ( IFSC - INDB0000817 ) માં ટ્રાન્સફર કરેલ હોવા છતાં સુરતના વેપારી લોન મંજુર ન કરાવી નહોતી. જેથી સુરતના વેપારીને અંદાજ આવી ગયો હતો કે તેની સાથે આ ઈસમો દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓને ઝડપી લીધા
વેપારી દ્વારા આ મામલે સુરત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુરત પોલીસે સાઇબર ક્રાઇમ પોલીસની મદદ થી આ ગુનામાં સાનોવાયેલા મૂળ ગામ-બેલહારી થાના - સીકરૌલા જી.બક્સર બિહાર અને હાલમાં ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદના ચિરંજીવ વિહાર , રેનું ત્યાગીના મકાનમાં ભાડેથી , સેક્ટર -10 રહેતા અને કોલ સેન્ટર ચાલવતા શ્રીરામ બિહારી રાય અને તેની સાથે ગામ કરી કલા થાના - બસંતપુર જી.સીવાન બિહાર અને હાલમાં ઉત્તરપ્રદેશ ના ગાજીયાબાદ ના પ્લોટ નૈ 582 , એફ બ્લોક , વૈશાલી , સેકટર -13 અને કોલ સેન્ટરમાં કામ કરતો પ્રદિપકુમાર શ્રીરામે સીંગ ને પોલીસે શોધી કાઢી પોલીસ ઉત્તર પ્રેદેશ જેણે આ બંનેવ ઠગોની ધરપકડ કરી સુરત લઇ આવી હતી . તેમજ અન્ય ગુનાની પણ તપાસ આદરી છે.