પોલીસની તત્પરતા કાબિલેદાદ:રેપ કેસની ચાર્જશીટ કરવામાં સુરત પોલીસ દેશમાં મોખરે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચીન અને વડોદની બાળકીના કેસમાં 10 અને 7 દિવસમાં ચાર્જશીટ

સુરતમાં લાગ લગાટ બે કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરાતી ચાર્જશીટમાં તત્પરતા દાખવી છે. સોમવારે પણ વડોદમાં અઢી વર્ષની બાળકી પરના બળાત્કાર-હત્યાના કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ અંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, પોલીસની તત્પરતા કાબિલેદાદ છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે પોક્સો-બળાત્કારના કેસમાં ઝડપથી આરોપીઓને સજા થાય એ અંગેનું પ્લાનિંગ કર્યું છે. આ માટે સમગ્ર દેશમાં એવા 150 કેસ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ચાર્જશીટથી લઈને કોર્ટની પ્રોસિજર જલદી પુરી કરી, એટલે કે ઝડપથી ટ્રાયલ ચલાવી આરોપીને જલદી સજા કરવામાં આવે. તેમણે કહ્યું કે, કુલ 150 કેસ હાથ પર લીધા છે તેમાં જુદા-જુદા કેસ છે, પોક્સોના પણ છે. એક-એક કેસ પાછળ મહેનત કરવામાં આવી રહી છે. ઉપરાંત જે પેન્ડિંગ કેસ છે તેમાં પણ ઝડપથી ન્યાય મળે એવી તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...