તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો કડકાઈથી અમલ:સુરતમાં રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાપરનારનું લાયસન્સ સસ્પેન્ડ થશે , રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક અને અકસ્માતના બનાવોને અટકાવવા નિયમોના કડકાઈથી અમલ કરવાની પોલીસ કમિશનરે બેઠકમાં વાત કરી હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ટ્રાફિક અને અકસ્માતના બનાવોને અટકાવવા નિયમોના કડકાઈથી અમલ કરવાની પોલીસ કમિશનરે બેઠકમાં વાત કરી હતી.(ફાઈલ તસવીર)
  • વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનાર વાહનચાલકનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરાશે

સુરતમાં પોલિસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં 38મી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પોલિસ કમિશનરના વડપણ હેઠળ લેવાયેલાં નિર્ણય અનુસાર હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરનાર વાહનચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થશે. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરાશે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે એમ પોલિસ કમિશનરએ કહ્યું હતું.

અકસ્માતોમાં લોકોને જીવ જતા કડકાઈ પોલિસ કમિશનરએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા ગંભીર અકસ્માતોમાં 282 અને આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ટ્રાફિક પોલિસની અસરકારક કામગીરી, લોકજાગૃત્તિ સાથે કોરોના મહામારીમાં અમલી થયેલા લોકડાઉનમાં વાહનવ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડેંટનું પ્રમાણ ઓછુ થવાં પામ્યું છે. પોલિસ કમિશનરએ આવનારા નવા વર્ષ 2021માં નવા જોમ અને ઉત્સાહ સાથે કાર્યાયોજન કરી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણમાં સુધાર અને બદલાવ જોવા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી. આ સંદર્ભે તેમણે પોલિસ વિભાગ અને મનપા વચ્ચે બહેતર સંકલન સાથે સુનિયોજિત કામ કરવાં માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

નિયમોને અસરકારક બનાવાશે તોમરે વધુમાં જણાવ્યું કે, ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારોમાં વધુ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોવાથી ટ્રાફિક કામગીરી સઘન બનાવવામાં આવશે. લોડીંગ રિક્ષા, માલવાહક ટેમ્પોની પાર્કિંગ સમસ્યાને નિવારવા ટેક્ષટાઈલ એસોસિએશન અને વ્યાપારીઓ સાથે બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ઊભી થાય એવું ઝડપી આયોજન કરાશે. તેમણે બ્લેક સ્પોટ. ટ્રાફિક, જીવલેણ અકસ્માતો, દંડનીય કાર્યવાહી, ઈ-મેમો જેવા ડેટાબેઝના અભ્યાસના આધારે આગામી નવા વર્ષમાં ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે એમ પણ જણાવ્યું હતું. ટ્રાફિક નિયમો માટે વિસ્તૃત ચર્ચા કરાઈ બેઠકમાં સૌથી વધુ અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઈડેન્ટીફાય કરી અકસ્માતો અટકાવવાં માટેનું નક્કર આયોજન કરવું, શૈક્ષણિક, ધાર્મિક, આનંદ પ્રમોદના સ્થળો તેમજ રોડ જંકશનની સ્થળોએ સ્પીડ બ્રેકર તથા ઝેબ્રાક્રોસિંગ બનાવવા અને ઝાંખા થઈ ગયેલા હોય તો રંગકામ કરાવવું, ફૂટપાથ અને રસ્તા પરના દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવું તેમજ માર્ગ સલામતિ માટે જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમો તથા કાયદા સબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો