• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Police Arrested A Private Man For Taking Rs 3,000 In The Name Of A Lokarakshak Constable To Release A Moped From The Station

રંગે હાથ લાંચિયો ઝડપાયો:સુરતના પુણા પોલીસમાં સ્ટેશનમાંથી મોપેડ છોડાવવા લોકરક્ષક કોન્સ્ટેબલના નામે 3 હજાર રૂપિયા લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોન્સ્ટેબલના નામે લાંચ લેતા મનોજ તિવારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. - Divya Bhaskar
કોન્સ્ટેબલના નામે લાંચ લેતા મનોજ તિવારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.
  • એસબીએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવતાં આરોપી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ઝડપાયો

સુરતના પુણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક્સેસ ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા 3 હજારની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને એસીબીએ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ પોલીસે લાચમાં લીધેલી રકમ પણ રિકવર કરી છે. ઝડપાયેલા ઇસમે 10 હજારની માગ કરી 3 હજાર માં પતાવટ કરી લાંચ લેતા ઝડપાયો હોવાનું એસીબીએ જણાવ્યું છે.

કોન્સ્ટેબલે વકીલ લઈને આવવા કહ્યું હતું
ફરીયાદીની એક્સેસ ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન પુણા પોલીસ સ્ટેશનમાં જમા થઈ હતી.જે છોડાવવા માટે ફરીયાદીએ કોર્ટમાં અરજી કરી હતી. જેથીકોર્ટે અરજી અભિપ્રાય માટે પુણા પોલીસ સ્ટેશન તરફ મોકલાવી હતી.આથી ફરીયાદી તેઓની ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા માટે પુણા પોલીસ સ્ટેશન ગયા હતાં. તે વખતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક હાર્દિકભાઇ જેરામભાઈએ તેઓને વકીલ લઇને આવવાનું જણાવ્યું હતું.

પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચ લીધી
ફરીયાદીભાઇએ મનોજ તિવારીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ મનોજ તિવારીએ એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. પછી રૂપિયા 3000માં પતાવટ કરી હતી. ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા છટકું ગોઠવી મનોજ તિવારીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.