પોલીસ-વિદ્યાર્થી ઘર્ષણ:જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે સુરતમાં વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવ, રસ્તા જામ કરી ABVPએ કોલેજ બંધ કરાવતા 9મા અટકાયત

સુરત2 દિવસ પહેલા
પોલીસ સામે કાર્યવાહીની માગ સાથે ABVP દ્વારા આંદોલનને ઉગ્ર બનાવાયું છે.
  • ABVPના કાર્યકરો દ્વારા સવારથી કોલેજ પર જઈને મુદ્દાને જલદ બનાવ્યો

નવરાત્રિના આયોજન દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ જલદ બનતો જઈ રહ્યો છે. પોલીસ વિરુદ્ધ પગલા લેવાની માગ સાથે ઉધના વિસ્તારની સિટીઝન કોલેજથી બંધની શરૂઆત કરવામાં આવી હતી. AVBPના કાર્યકર્તાઓએ કોલેજ બંધ કરાવીને રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો. આ જ રીતે દિવસભર શહેરની તમામ કોલેજો બંધ કરવા માટે કાર્યકર્તાઓ એકત્રિત થઇ રહ્યા છે.નવયુગ કોલેજ બંધ કરાવવા ગયેલા એબીવીપીના શહેર મંત્રી સહિત 9ની અટકાયત રાંદેર પોલીસે કરી છે.

ABVP દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં હતાં.
ABVP દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં હતાં.

વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ અપાયો
યુનિવર્સિટીમાં પોલીસ કરવામાં આવેલા અશોભનીય વર્તનને લઇને હજુ સુધી પોલીસ કમિશનર દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમરા પોલીસ પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવા માટેની માંગણી વધુ ઉગ્ર બની રહી છે.વિદ્યાર્થીઓની માંગણી પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ સવારથી જ કોલેજો બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. તેમજ શહેરની અંદર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. આજે દિવસભર શહેરની અંદર રાજકીય રીતે ગરમાવો રહેશે.

પોલીસ સામે વિદ્યાર્થી કાર્યકરોએ નારેબાજી કરી હતી.
પોલીસ સામે વિદ્યાર્થી કાર્યકરોએ નારેબાજી કરી હતી.

એકશન ન લેવાતા આંદોલન
ઉધના વિસ્તારના એબીવીપીના કાર્યકર્તા અપ્પુ પાટીલે જણાવ્યું કે, ઉધના સિટીઝન કોલેજ બંધ કરાવવામાં આવી છે. એ જ રીતે શહેરની તમામ કોલેજો આજે અમારી માંગણી ન સંતોષાતા બંધ કરાવીશું. કાર્યકર્તાઓ સમગ્ર શહેરની અંદર સક્રિય થઈ ગયા છે. ગઈકાલે અમારી યોજાયેલી બેઠકમાં નિર્ણય લીધો છે. અમારી માંગ હજી સુધી સંતોષાઈ નથી. પોલીસ કમિશનર દ્વારા ઉમરા પોલીસ તેમજ અન્ય સ્ટાફ કે જેમણે વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેમની સામે કોઇ એક્શન હજી સુધી લીધા નથી. જેથી આગામી સમયમાં ચોંકાવનારા કાર્યક્રમ આપીશું.