જાગૃતિ માટે પ્રયાસ:સુરતમાં ઓનલાઈન ખરીદી તરફ વળેલાં લોકોને સ્થાનિક દુકાનદારો પાસેથી માલ ખરીદવા આગ્રહ કરતાં બેનરો લાગ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોસાયટી ગેટ પર બેનર લગાવીને લોકોને સ્થાનિક વેપારીઓ પાસેથી માલ લેવા અપીલ કરાઈ છે. - Divya Bhaskar
સોસાયટી ગેટ પર બેનર લગાવીને લોકોને સ્થાનિક વેપારીઓ પાસેથી માલ લેવા અપીલ કરાઈ છે.
  • સ્થાનિક દુકાનદારો પાસેથી માલ ખરીદવા અપીલ કરતાં બેનર અને સુત્રો લાગ્યા

છેલ્લા પાંચ વર્ષથી લોકો જે પ્રકારની ખરીદી કરતા હતા તેમાં મોટાપાયે ફેરફાર થયો છે. વિદેશી કંપનીઓ દ્વારા ઓનલાઇન માર્કેટિંગ શરૂ કર્યું અને ત્યારબાદ જે રીતે લોકો ઓનલાઈન ખરીદીના ટ્રેન્ડમાં વધતા ગયો છે. તેમ તેમ સ્થાનિક માર્કેટ ઉપર તેની સીધી અસર દેખાઈ રહી છે. ગ્રાહકો ઓનલાઇન ખરીદી તરફ વળતા ની સાથે સ્થાનિક રિટેલરો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. ઓનલાઇન ખરીદી અને મોલમાં જઈને ખરીદી કરવાનો ક્રેઝ ને લીધે સ્થાનિક વેપારીઓ પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે તેને લઈને ચિંતા સતાવી રહી છે.ત્યારે સ્થાનિક દુકાનદારો પાસેથી માલ ખરીદવાની અપીલ કરતાં બેનર લગાવવામાં આવ્યાં છે.

ઓનલાઈનના વધતા ટ્રેન્ડ સામે સ્થાનિક દુકાનદારોને બચાવવા બેનર લગાવાયા છે.
ઓનલાઈનના વધતા ટ્રેન્ડ સામે સ્થાનિક દુકાનદારોને બચાવવા બેનર લગાવાયા છે.

ઓનલાઈન ખરીદી વધી ગઈ
ઓનલાઇન ખરીદીને કારણે હવે સ્થાનિક બજારના વેપારીઓ વાર-તહેવારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.હવે સ્થિતિ એકદમ વિપરીત થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી લોકો રેડીમેડ ગારમેન્ટ,આભૂષણો, ઘડિયાળ, પર્સ, સુઝ, ડ્રેસ મટીરીયલ, હોય ખાવા-પીવાની વસ્તુઓ હોય તમામ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી રહ્યા છે. આજે ઓનલાઇન ખરીદી કરનારાઓની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે અને મોલમાં જઈને ખરીદી કરનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે ઓનલાઇન બિઝનેસ અબજો રૂપિયાનો નોંધાઈ રહ્યો છે. જેના પરથી આપણા અંદાજ લગાવી શકીએ કે સ્થાનિક રિટેલર દુકાનદારો નો વેપાર આ જાયન્ટ કંપનીઓએ છીનવી લીધો છે.

સ્થાનિક વેપાર ધંધા પડી ભાગતા અપીલ કરાઈ છે.
સ્થાનિક વેપાર ધંધા પડી ભાગતા અપીલ કરાઈ છે.

સ્થાનિકોની મુશ્કેલી વધી
ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, અમે સૌ શહેરના ગ્રાહક મિત્રો ને નમ્ર અપીલ કરીએ છીએ કે, આપણે આપણા વેપારને ધમધમતો રાખવો જરૂરી છે. સ્થાનિક રિટેલર વેપારીઓ જે છે તેમને આર્થિક રીતે આપણે મદદરૂપ પણ થઈ શકે છે. ઓનલાઇન ખરીદી વધી રહી છે. તેના કારણે વેપારીઓ ની આવક ઉપર તેની ખૂબ જ માઠી અસર થઇ છે. તેમના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આવી જ સ્થિતિ હશે તો આવનાર દિવસોમાં આર્થિક ભીંસ વેપારીઓની સામે ખૂબ વધી જશે.