તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સુરત પાસિંગના વાહનચાલકોનો નવો જુગાડ : કામરેજ ટોલનાકાથી નીકળતી વખતે ફાસ્ટટેગ પર ફોઇલ પેપર લગાવી રૂપિયા 75 બચાવે છે

સુરત3 મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • સુરતીઓ સાથે ઝઘડાથી બચવા ટોલનાકાના સંચાલકોએ જ રસ્તો કાઢી આપ્યો

સુરત પાસિંગના વાહનચાલકો કામરેજ ટોલનાકા પર ટોલના 75 રૂપિયા બચાવવા ફાસ્ટટેગ પર ફોઇલ પેપર લગાવી રહ્યા છે.સુરતની લોકલ ગાડીઓ પર ફાસ્ટટેગ ફરજિયાત થતાં 75 રૂપિયા ન આપવા માટે ચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે ઝઘડો થતો હતો. જેથી આ સમસ્યાને નિવારવા માટે ટોલનાકાના સંચાલકોએ જ વાહનચાલકોને ફાસ્ટટેગ પર ફોઇલ પેપર લગાડવાનો નવો રસ્તો કાઢી આપ્યો હતો.

કામરેજ ટોલનાકા પાસે બને તરફના લેનની આસપાસ 7 જેટલા ફાસ્ટ ટેક બૂથો આવેલા છે. જેમાં કામ કરતાં કર્મચારીઓ સુરતની લોકલ કારને ટોલ કેવી રીતે બચાવવો તેની તરકીબો શીખવાડે છે. ખાસ કરીને ફોઈલ પેપર દ્વારા કેવી રીતે ટોલને બચાવી શકાય તે આઇડિયા કર્મચારીઓ દ્વારા શીખવવામાં આવે છે.

સુરતની લોકલ ગાડી કામરેજ ટોલનાકે નોંધણી કરાવે તો 20 રૂ.ટોલ

7 લાખ ગાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
સુરતની લોકલ ગાડી ટોલ નાકા પર જઈને રજિસ્ટ્રેશન કરાવે તો તેનો ટોલ માત્ર 20 રૂપિયા જ કપાય છે. જેથી શહેરના અંદાજે 7 લાખ જેટલા વાહનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી રોજના 30 હજાર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ​​​​​​​

ચાલકો ટ્રકમાં કારનું ફાસ્ટટેગ લગાવે છે
ટ્રક ચાલકોએ ટોલ ઓછો આપવો પડે તે માટે ટ્રકમાં કારનું ફાસ્ટટેગ લગાવે છે. સંચાલકોને રોજની 10 ટ્રક પકડે છે. આ તરકીબ સોફ્ટવેરમાં ખબર પડી જતી હોવાથી ચાલકો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવે છે. ​​​​​​​

લોકો રોજ માથાકૂટ કરતાં હતાં જેથી હવે જવા દઇએ છીએ
કામરેજ ટોલ નાકાના મેનેજર રાહુલ કહે છે કે,‘હાલ લોકો ફોઈલ પેપર લગાવીને પણ નીકળે છે, એટલે થોડાં દિવસ પહેલા આવા લોકોને અટકાવીને અમે ટોલ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ લોકો વધારે માથાકૂટ કરતાં હતાં એટલે અમે હવે આવા લોકોને જવા દઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...