તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:​​​​​​​સુરતમાં કોરોના સંક્રમણ ઓછું થવા છતાં અપડાઉન કરાનારાની મુશ્કેલી યથાવત, ટ્રેનો શરૂ ન થતાં મુસાફરોથી બસ સ્ટેશન ઉભરાય છે

​​​​​​​સુરત23 દિવસ પહેલા
ટ્રેન બંધ હોવાથી રોજિંદા મુસાફરો બસ સ્ટેન્ડમાં આવે તે અગાઉ જ લોકો જગ્યા માટે પડાપડી કરતાં હોય છે.
  • સુરતથી વાપી અને મુંબઈ સહિતના અન્ય સ્થળોએ જતાં લોકોને હજુ પણ હેરાનગતિ

કોરોના સંક્રમણનું ઓછું થતાં હવે ધીરે ધીરે તમામ વેપાર રોજગાર શરૂ થઈ ગયા છે. જેને પરિણામે લોકો હવે પોતાના કામકાજના સ્થળ ઉપર જવા લાગ્યા છે. સુરત જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના લાખોની સંખ્યામાં લોકો રોજગારી માટે સુરત આવે છે, ત્યારે તેમના ટ્રાન્સપોર્ટેશનને લઈને પ્રશ્ન વિકટ બન્યો છે.જેથી રેલવેની જગ્યાએ બસ સ્ટેશન પર લોકોની ભીડ એકઠી થાય છે. રોજિંદા અપડાઉન કરનારાઓએ કહ્યું કે, ઝડપથી રેલવેની સેવા શરૂ થવી જોઈએ જેથી તેમને રાહત મળી શકે.

અપડાઉનની ટ્રેનો હજુ બંધ છે
કોરોના મહામારી ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા હજી પણ ટ્રેન વ્યવહાર સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવ્યો નથી, વિશેષ કરીને જે લાંબા અંતરની ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સુરતમાં વાપી ,વલસાડ, નવસારી, વ્યારા બારડોલી ,ઉકાઈ આ તમામ શહેરોમાંથી રોજીરોટી માટે લાખોની સંખ્યામાં મુસાફરો સુરત આવતા હોય છે તે પૈકીના મહદંશે લોકો રેલ્વેનો ઉપયોગ કરતા હોય છે આજે સ્થિતિ એવી થઈ છે કે, સામાન્ય પ્રજા કે જે એક શહેરમાંથી બીજા શહેર પર અવરજવર રાબેતા મુજબ બસનો ઉપયોગ કરીને કરે છે, તે તો શરૂ જ છે, પરંતુ ટ્રેનમાં જે લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હતા. તેઓ પણ હવે બસની સેવાનો ઉપયોગ કરી રહ્યા છે .જેના કારણે બસ સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે.

લોકો જીવના જોખમે બસના ટાયર પર ઉભા રહીને જગ્યા માટે બારી ઉપર ચડતા હોય છે.
લોકો જીવના જોખમે બસના ટાયર પર ઉભા રહીને જગ્યા માટે બારી ઉપર ચડતા હોય છે.

પાસ હોલ્ડરોની ટ્રેન શરૂ કરવા માગ
રેલવેના પાસ હોલ્ડરો દ્વારા પણ સુરત રેલવે ઓફિસ ખાતે જઈને ઝડપથી મેમો અને લોકલ ટ્રેનો ફરીથી શરૂ કરવા માટે માગ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરત બસ સ્ટેશન ઉપર પણ મુસાફરોને ભારે હાલાકી થતાં હવે વધારે ની બસો દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે ગંભીર સમસ્યા હોવા છતાં હજી પણ વહીવટી તંત્રે તેને ઉકેલવા માટે કોઈ પ્રયાસ શરૂ કર્યા હોય તેવું દેખાતું નથી.

ભીડ એટલી બસમાં થઈ જાય છે કે મહિલાઓને તો જગ્યા જ મળતી નથી.
ભીડ એટલી બસમાં થઈ જાય છે કે મહિલાઓને તો જગ્યા જ મળતી નથી.

બસ પૂરતી ન હોવાથી સમસ્યા
કેતન પટેલે કહ્યું કે, તાપી જિલ્લા નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો રોજ સુરત અવરજવર કરતા હોય છે, તેવા લોકો માત્ર બસનો ઉપયોગ કરી શકે તે પ્રકારની પરિ સ્થિતિ ઊભી થઈ છે અને તેના કારણે બસની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે. બસમાં પેસેન્જરો એટલી મોટી સંખ્યામાં હોય છે કે, મહિલાઓ બસમાં પ્રવેશી શકતી નથી અને તેમને ઘરે પરત ફરવામાં પણ ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે.

બસની સુવિધા વધારવા અથવા ટ્રેન શરૂ કરવાની લોકો માંગ કરી રહ્યાં છે.
બસની સુવિધા વધારવા અથવા ટ્રેન શરૂ કરવાની લોકો માંગ કરી રહ્યાં છે.

સરકારે ટ્રેન સુવિધા શરૂ કરવી જોઈએ
ઈમરાન કાબૂલીવાલાએ કહ્યું કે,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે હવે મુસાફરોની આ સમસ્યાને લઈને ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે કારણ કે પોતાનું ગુજરાન ચલાવવા માટે જે નોકરી ધંધાર્થે લોકો સુરત આવે છે અને સાંજે તેમના ઘરે પરત ફરે છે તેવો માટે હવે તાત્કાલિક અસરથી મેમુ લોકલ ટ્રેનો શરૂ થવી જોઈએ સાથે-સાથે બસ સેવાની પણ વધારીને બસો દોડાવી પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જો સરકાર આ બાબતે લોકોની પરેશાની હલ કરે તો લોકો કામકાજ અર્થે આવતા લોકોને મોટી રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો