પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાન પૈકી હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરિયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત તથા સમગ્ર ગુજરાતના પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે. અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થવા જઈ રહી છે.
કામરેજની હોટલમાં સગાઈ
અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું છે. PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.
અલ્પેશની સગાઈથી તર્કવિતર્ક
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઊભર્યો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે ઉછાળો આવ્યો હતો. અલ્પેશ પોતાના સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાને કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતી રહે છે. જોકે હાલમાં જ સુરતમાં AAPને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય Sવી શક્યતા સેવાઇ રહી હતી. Sવામાં અલ્પેશે ભાજપનેતા સાથે સગાઇ કરતાx અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
અલ્પેશ પર રાજદ્રોહનો ગુનો
કાવ્યા પટેલ ભાજપના બેનર તળે કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથીરિયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશાં પ્રકાશમાં રહે છે. આ ઉપરાંત ભાજપવિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રખર માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.