સુરત:પાંડેસરા વિસ્તારમાં ટેક્સટાઈલના કારખાનામાં ઈલેક્ટ્રીક કરંટ લાગતા યુવકનું મોત

સુરતએક વર્ષ પહેલા
ટેક્સટાઈલના કારખાનામાં યુવકનું મોત નીપજતાં લોકોના ટોળા એકઠાં થયાં હતાં.
  • રાત્રે કરંટ લાગ્યા બાદ સવારે મૃતદેહ મળ્યો
  • બે દિવસ અગાઉ કામ પર લાગેલા યુવકનું મોત

શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલના કારખાનામાં યુવકનું ઈલેક્ટ્રીક કરંટ લાગતા મોત નીપજ્યું હતું. યુવક રાત્રિના સમયે કારખાનામાં હોવાથી તેને કરંટ લાગતાં મોતને ભેટ્યો હોવાનું બીજા દિવસે સવારે માલૂમ થયું હતું. જેથી તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બે દિવસથી કામ પર યુવક લાગ્યો હતો
પાંડેસરા વિસ્તારમાં આવેલા જી.એચ.બી રોડ પર સોનલ ઈન્ડસ્ટ્રીઝના 86 નંબરના પ્લોટમાં આવેલા એમ.એન. ટેક્ષ નામના ગ્રે કાપડ બનાવીને વેચતા પટેલ સીતાબેન નાનજીભાઈના કારખાનામાં બે દિવસ અગાઉ છૂટકમાં કામે લાગેલા લક્ષ્મણ અરૂણ રાતોડેનું મોત થયું હતું. દિવસે કામ કરવાની સાથે લક્ષ્મણ રાત્રિના સમયે કારખાનામાં સૂવા રોકાયો હતો. જેથી રાત્રિ દરમિયાન તેને ઈલેક્ટ્રીકનો કરંટ લાગ્યો હોય તેમ સવારે કારખાનામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મહારાષ્ટ્રીયન યુવકના મોતની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.