તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સુરતના પાલમાં આવેલા જીનાલયમાં તસ્કરો ત્રાટક્યા, સહસ્ત્રાફણા રેસિડન્સી દિવાલ કુદીને આવેલા તસ્કરો પિત્તળના વાસણો-પૂજાનો સામાન ચોરી ગયા

સુરત6 મહિનો પહેલા
મંદિરમાં ચોરી થતાં શ્રાવકોમાં રોષ જોવા મળ્યો હતો.
  • મુનીસુવ્રત સ્વામી જીનાલયમાંથી 85 હજારના મત્તાની ચોરી

તસ્કરો હવે મંદિરને પણ નીશાને લેવાનું ચૂકતા નથી. અડાજણ-પાલ એલ. પી. સવાણી રોડ સ્થિત સહસ્રાફણા રેસિડન્સીમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો શ્રી મુનીસુવ્રત સ્વામી જીનાલયમાંથી પિત્તળના વાસણો તથા પૂજાનો સામાન મળી કુલ 85 હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતાં.સમગ્ર મુદ્દે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મંદિર નજીકની દિવાલ કુદીને તસ્કરો આવ્યા હોવાનું શ્રાવકોએ કહ્યું હતું.
મંદિર નજીકની દિવાલ કુદીને તસ્કરો આવ્યા હોવાનું શ્રાવકોએ કહ્યું હતું.

વાસણ અને પૂજાનો સામાન ચોરી
અડાજણ-પાલ એલ.પી.સવાણી રોડ સ્થિત સહસ્ત્રફણા રેસિડન્સીના પરિસરમાં આવેલ શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા.પરિસરની પાછળની દિવાલ કુદીને આવેલા તસ્કરો દેરાસરમાં પ્રવેશ કરી દેરાસરના પટાંગણમાં મૂકેલા પિત્તળની 3 મોટી ડોલ તથા પિત્તળની 15 થાળીઓ તથા કેસર રાખવાના 4 વાટકા તથા પૂજા કરવાની પિત્તળની જર્મનની 25 વાટકીઓ તથા મંદિરનો ધજાદંડ પાટલી મળી કુલ 85 હજારની મત્તા ચોરી ભાગી ગયા હતા.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ શરૂ કરી
સમગ્ર ચોરી અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઘટના અંગે રેસિડેન્સીમાં રહેતા હીરા દલાલ સુરેશભાઇ લહેરચંદ શાહ (ઉ.વ.63 રહે-એ/504, સહસ્ત્રફણા રેસિડન્સી, ટવીન ટાવરની પાછળ, એલ.પી.સવાણી રોડ, પાલ) એ ફરીયાદ નોંધાવી હતી.સુરેશભાઈની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.