તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકના સાથીઓનો દાવ થઈ ગયો:વાજતે ગાજતે બળદગાડાંમાં નીકળેલા પાસ નેતાએ કોંગ્રેસની ઉમેદવારી છેલ્લી ઘડીએ ફગાવી, ધાર્મિકે કહ્યું- કોંગ્રેસે હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું

સુરત19 દિવસ પહેલા
બળદગાડામાં ધાર્મિક માલવિયા ઉમેદવારી કરવા નીકળ્યો હતો.
 • પાસ નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું- કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું
 • વોર્ડ નંબર 17 માટે વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતાં ઉમેદવારી ન કરી

સુરતમાં કોંગ્રેસે પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી ન કરતા ધમાસાણ મચ્યું છે. ત્યારે ધાર્મિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે કોંગ્રેસના જ નેતા હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું છે, દગો કર્યો છે. સુરત પાસ નેતા ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે અન્યાય કર્યો હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે. અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક ઉમેદવારી નોંધવવા માટે બળદગાડામાં નીકળ્યો હતો.

ધાર્મિકને ટિકિટ ફાળવવામાં આવતાં પાસમાં ખુશી વ્યાપી હતી.
ધાર્મિકને ટિકિટ ફાળવવામાં આવતાં પાસમાં ખુશી વ્યાપી હતી.

ઉમેદવારીપત્ર ભરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો
ઉમેદવારીપત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. એને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વતૈયારીઓ કરીને ચૂંટણીઅધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરાજિયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. જેથી કરી તેમણે પણ ઉમેદવારીપત્ર ભરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

ઉમિયા માતાનાં દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવા નીકળ્યો હતો.
ઉમિયા માતાનાં દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવા નીકળ્યો હતો.

અંતિમ ઘડીએ વિલાસબેન ધોરાજિયાને મેન્ડેટ ન આપીને કોંગ્રેસે ફેરવી તોળ્યું
પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર જે પણ ફોજદારી કેસો દાખલ થયા હતા એ તમામ કેસો વિલાસબેન ધોરાજિયાના પતિ સંજયભાઈ ધોરાજિયા પાટીદારોની તરફેણથી કેશોદ લડતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે સંજયભાઈ ધોરાજિયાએ આપેલા સહયોગને કારણે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે એ પ્રકારની માગણી ધાર્મિક માલવિયા દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા વિલાસબેનને ટિકિટ આપવાનું વચન પણ ધાર્મિક માલવિયાને આપ્યું હતું, પરંતુ અંતિમ ઘડીએ વિલાસબેન ધોરાજિયાને મેન્ડેટ ન આપીને કોંગ્રેસે ફેરવી તોળ્યું હતું.

કોંગ્રેસે ફેરવી તોળતાં પાટીદારોમાં રોષ.
કોંગ્રેસે ફેરવી તોળતાં પાટીદારોમાં રોષ.

કોંગ્રેસને ધાર્મિક માલવિયાએ મોટો ફટકો આપ્યો
ધાર્મિક માલવિયાએ ઉમેદવારીપત્ર ન ભરવાનો નિર્ણય લઈને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. વોર્ડ નંબર 16ના માજી કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરિયા માટે પણ ટિકિટની માગણી કરી હતી. તેમને પણ કોંગ્રેસ દ્વારા રિપીટ કરવામાં આવ્યા એનો પણ કંઈક અંશે રોષ જોવા મળ્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું અને કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે.

પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ
સુરત પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા માટે અમે તમામ પ્રયાસો કરીશું, કારણકે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું એ પાળ્યું નથી અને એને કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે. આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય કરાવીને આપીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો