લૂંટ:સુરતના કોસાડ રેલવે ટ્રેક નજીક શ્રમિકને માર મારી રોકડની સાથે લૂંટારૂંઓ કપડા પણ લૂંટી ગયા

સુરત2 મહિનો પહેલા
ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ લવાયો હતો.
  • નશા અને ઈજાગ્રસ્ત હાલતમાં 9 કલાક રેલવે ટ્રેક પડ્યા રહ્યા બાદ સારવાર મળી

સુરતના કોસાડ રેલવે સ્ટેશન નજીક એક ઓડિશાવાસીને કેટલાક અજાણ્યા ઈસમોએ માર મારી રૂપિયા 200ની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ ગયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અર્ધ નગ્નઅને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને 9 કલાક બાદ આજે સવારે 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા તમામ હકીકતો સામે આવી હતી. શરીર ઉપર મારના અગણિત નિશાન અને બન્ને આંખોમાં ઇજા બાદ પણ રાજુ નાયકાએ જણાવ્યું હતું કે, હું તો નશામાં હતો, પણ મારવા વાળા નિર્દય હતાં. રૂપિયા જ નહિ મને અર્ધ નગ્ન કરી કપડા લઈ જઇ મારી ઈજ્જત પણ લૂંટી ગયા હતા.

છ મહિના પહેલા વતનથી આવેલો
રાજુ હળપતિ નાયકા (પીડિત) એ જણાવ્યું હતું કે તેઓ અમરોલી-કોસાડ વચ્ચેની અંજની ઇન્ડસ્ટ્રીના રક સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરે છે અને નજીકના તુલસી એપાર્ટમેન્ટમાં બીજા 10 જેટલા મિત્રો સાથે રહે છે. 6 મહિના પહેલા જ તેઓ વતન ઓડિશાથી સુરત પરત રોજગારી માટે આવ્યા હતા.

108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તને સિવિલ લવાયો હતો.
108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તને સિવિલ લવાયો હતો.

નશો કરીને રૂમ પર જતાં માર પડ્યો
શુક્રવારની રાત્રે દારૂનો નશો કરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કોસાડ રેલવે ટ્રેક નજીક બે અજાણ્યા ઈસમોએ તેને આંતરી પહેલા મારા મારી કરી હતી. ત્યારબાદ ખીસ્સામાંથી રોકડ રૂપિયા 200 કાઢી લીધા હતા. પછી પહેરેલા કપડા પણ ઉતારી લઈ ગયા હતા. નિર્દયતાથી માર મરનાર બન્ને ઈસમોએ ઈજ્જત કાઢી હોવાનું કહેતા ઈજાગ્રસ્તે ઉમેર્યું કે, આખી રાત હું ઇજાગ્રસ્ત હાલતમાં ટ્રેકની આજુબાજુ પડી રહ્યો હતો. સવાર પડતા કોઈ ઈસમની નજર પડી અને મને સાડીના ટુકડાની લંગોત પહેરાવી 108માં સારવાર માટે સિવિલ લવાયા બાદ ભાનમાં આવ્યો હતો. મારા આખા શરીરે ઇજાના નિશાન છે બન્ને આંખે જાંખુ દેખાય છે. માથામાં ઇજા અને દુઃખાવો છે.

અન્ય સમાચારો પણ છે...