તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:​​​​​​​કિમની હોમિયોપેથિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉપરાંતના 7 હજાર મંગાયા, એટીકેટીના વિદ્યાર્થીઓની તાત્કાલિક પરીક્ષા સામે કુલપતિને રજૂઆત કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે દેખાવો કરીને કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે દેખાવો કરીને કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.
  • કિમની વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સંચાલકોના સામે યુનિવર્સિટીમાં રજૂઆત

કિમ ખાતે આવેલી વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં થઈ રહેલા વિદ્યાર્થીઓ સાથેના અન્યાયને લઈને યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. NSUI દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકડાઉનમાં ફીમાં રાહત ન આપવા સાથે અન્ય 7 હજારની ફી માંગવામાં આવી છે. સાથે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પણ અન્યાય કરાયો હોય તેમ ફ્રેશર્સની સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે. જેથી અમારી માંગો પૂરી નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે.

સંચાલકોની અણઆવડતથી વિદ્યાર્થીઓ પરેશાન
મિતેષ હડિયા, NSUI,મંત્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમો દ્વારા હોમિયોપેથિકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કેટી આવી હોય તો બીજા વર્ષમાં પરીક્ષા મોડી આવતી હોય છે. પરંતુ ગઈકાલે એક વિદ્યાર્થી પાસેથી જાણવા મળ્યું કે, ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓની ફી સામાન્ય વિદ્યાર્થીઓ સાથે લેવાનું નક્કી થયું છે. લોકડાઉનની સ્થિતિમાં પણ વાલીઓએ 85 હજાર ફી ભરી છે. તેમ છતાં સાત હજારની ફી મંગાઈ છે. જેથી અમે કુલપતિને રજૂઆત કરી છે.

આંદોલન કરાશે
NSUI દ્વારા કુલપતિને રજૂઆત કરીને કહેવામાં આવ્યું હતું કે, અમારી બન્ને માંગણીઓ પૂર્ણ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતમાં ધરણા પ્રદર્શન કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો