સુરતની નવરાત્રી LIVE ​​​​​​​:કુમકુમ પગલે માડી પધારજો..સુરતમાં પ્રથમ નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓે પરિવાર સાથે ઝૂમી ઉઠ્યાં

સુરત17 દિવસ પહેલા
સરથાણા જકાતનાકાની ભૂમિ પાર્ક સોસાયટીમાં ગરબે ઘૂમતા ખેલૈયા
  • શહેરમાં નવરાત્રિમાં મ્યુનિ. સર્વેલન્સ સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશન સઘન કરશે ​​​​​​

કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. જે હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજથી મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયું છે. ત્યારે કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે માં અંબાની આરાધના સમા નવરાત્રિના ગરબા પરિવાર સાથે માણવાનો આનંદ માણ્યો છે.શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

આશિર્વાદ સોસાયટીમાં ગરબાની ધૂમ જોવા મળી હતી
આશિર્વાદ સોસાયટીમાં ગરબાની ધૂમ જોવા મળી હતી

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના સરથાણા જકાતનાકા,કતારગામ,અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

ટ્રેડિશનલમાં ખેલૈયાઓએ પહેલા નોરતાની મજા માણી
ટ્રેડિશનલમાં ખેલૈયાઓએ પહેલા નોરતાની મજા માણી

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યકિતઓની મર્યાદામાં ગરબાનુ આયોજન તેમજ દુર્ગાપૂજા, શરદ પૂર્ણીમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. એટલે કે હાલમાં ફક્ત પ્રાચીન ગરબાના આયોજનની જ છૂટ આપવામાં આવી છે. જેના આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનુ રહેશે. જો કોઇ રાત્રીના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિની પહેલી રાતે શેરીઓમાં દિવસ ઉગ્યો હતો
નવરાત્રિની પહેલી રાતે શેરીઓમાં દિવસ ઉગ્યો હતો

કાયદાનું પાલન કરવાનું રહેશે
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે..તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. તેમજ ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે. ગરબાના આયોજન દરમિયાન ઉપયોગ થતા લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્ર અંગે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટુડન્ટે ગરબાની મોજ માણી હતી
સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટુડન્ટે ગરબાની મોજ માણી હતી
મોટા વરાછાની રાજહંસ સોસાયટીમાં ગરબાની રંગત જામી હતી
મોટા વરાછાની રાજહંસ સોસાયટીમાં ગરબાની રંગત જામી હતી
કતારગામ હરિદર્શન સોસાયટીમાં ગરબામાં લોકો જોડાયાં હતાં.
કતારગામ હરિદર્શન સોસાયટીમાં ગરબામાં લોકો જોડાયાં હતાં.
હરિદર્શન સોસાયટીમાં શેરી ગરબા જામ્યાં હતાં
હરિદર્શન સોસાયટીમાં શેરી ગરબા જામ્યાં હતાં
નાનપુરા ધોબી શેરીમાં ગરબાની રમઝટ જામી હતી
નાનપુરા ધોબી શેરીમાં ગરબાની રમઝટ જામી હતી