સુરતની નવરાત્રિ LIVE:મા પાવાગઢથી ઉતર્યા... પાંચમા નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં

સુરત2 મહિનો પહેલા
અમરોલીની વિજય દીપ સોસાયટીમાં શેરી ગરબાની ધૂમ
  • નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

સુરતમાં નવરાત્રિના પાંચમા દિવસે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબા રસિકો શેરીઓ, ગાર્ડન અને ખુલ્લા મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. શેરીઓમાં ગરબા જોવા વાળાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કોરોના બાદ છૂટી મળતા સુરતી ગર્લ્સ ગરબાને પૂરી રીતે માણવા જાણે ધેલી બની હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.શેરી ગરબામાના આયોજનોની સાથે સાથે શેરીઓમાં એક સાથે જમવા અને નાસ્તાના આયોજનો થઈ રહ્યાં છે.

કાપોદ્રા નિલકંઠ સોસાયટી
કાપોદ્રા નિલકંઠ સોસાયટી

શેરીઓમાં એકતાના દર્શન
માતાજીના ગરબાની સાથે સાથે શેરીઓમાં સમૂહ ભોજન અને રાત્રે નાસ્તાના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેથી સ્ટ્રીટ ફૂડ વેન્ડરના વેચાણમાં પણ વધારો થયો છે. સાથે સાથે શેરીની મહિલાઓ દ્વારા એકસરખા ડ્રેસ પહેરવામાં આવી રહ્યાં છે. જેમાં ટ્રેડિશન ડ્રેસથી સાથે સાથે મોર્ડન ડ્રેસ પણ પહેરવામાં આવી રહ્યાં છે.

શ્યાણી હાઈટસ એકે રોડ અશ્વિનીકુમાર ખાતે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગરબાની રમઝટ બોલી હતી.
શ્યાણી હાઈટસ એકે રોડ અશ્વિનીકુમાર ખાતે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગરબાની રમઝટ બોલી હતી.

ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો
કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે પાંચમા નોરતે શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

ઉધનાના દાગીના નગરમાં ગરબાની રમઝટ
ઉધનાના દાગીના નગરમાં ગરબાની રમઝટ

નવરાત્રિના ગરબા પરિવાર સાથે મોજ
કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે મા અંબાની આરાધના સમા નવરાત્રિના ગરબા પરિવાર સાથે આનંદ માણ્યો છે.

વૈષ્ણવદેવી બ્લૂ બેલ્સ જહાંગીરાબાદ
વૈષ્ણવદેવી બ્લૂ બેલ્સ જહાંગીરાબાદ

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી પુણા ગામ, શંકરર્તન સોસાયટી અડાજણ, ગ્રીન વેક્ટેરિયા અલથાણ, રતનદીપ સોસાયટી ભટાર, રોયલ હિલ્સ રેસીડેન્સી મોટાવરાછા, રધુવીર સેફરોન અલથાણ, બ્રાહ્મણ ફળિયું ફુલપાડા સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

સરથાણા જકાતનાકા ભૂમિપાર્ક સોસાયટીમાં શેરી ગરબામાં ઝૂમતાં બાળકો
સરથાણા જકાતનાકા ભૂમિપાર્ક સોસાયટીમાં શેરી ગરબામાં ઝૂમતાં બાળકો

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ગરબામા આયોજન છૂટી આપવામાં આવી છે. આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનું રહેશે. જો કોઇ રાત્રિના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વિવેક પાર્ક ભટાર
વિવેક પાર્ક ભટાર

કાયદાનું પાલન કરવાનું રહેશે
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે.

ભાગળ ડબગરવાડ
ભાગળ ડબગરવાડ